રાજ્યમાં પ્રિ-મોન્સુનની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. અને તેમાં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં 25 મેથી વરસાદની સંભાવના છે. જ્યારે સમગ્ર રાજ્યમાં ગરમીમાંથી આંશિક રાહત મળશે. રાજ્યમાં પ્રિ-મોન્સુનની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં 25 મેથી વરસાદની સંભાવના દર્શાવે છે, જ્યારે સમગ્ર રાજ્યમાં ગરમીમાંથી થોડી રાહત મળશે.
તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે. અને તે દરમિયાન, અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. રાજ્યમાં આ વખતે સામાન્ય ચોમાસું રહેવાની ધારણા છે. 26 મેથી ચોમાસુ કેરળ પહોંચે તેવી શક્યતા છે.
આવી સ્થિતિમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 10 થી 15 જૂન અને દક્ષિણ ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારતમાં આવી ગયું છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો અને મેઘાલય-આસામ-અરુણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે.