સમાચાર

Big News: ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ મુદ્દે થયો મોટો ખુલાસો, રાજ્યમાં પહેલા વરસાદને લઈને આવ્યા મોટા સમાચાર

રાજ્યમાં આકરી ગરમી સાથે, છેલ્લા બે દિવસના અહેવાલોમાં દક્ષિણ ગુજરાતમાં 25મીથી વરસાદ અને પ્રિ-મોન્સુન એક્ટિવિટી થવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ તમને જણાવી દઈએ કે આખરે રાજ્યમાં ક્લાઈમેટ ચેન્જને લઈને હવામાન વિભાગનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. હવામાન વિભાગે પણ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી.

રાજ્યમાં હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી, જેના કારણે આગામી સમયમાં ગુજરાતીઓને હજુ પણ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. પણ હા. આગામી 5 દિવસ વાતાવરણ ભેજવાળુ રહેશે અને ગરમીમાં રાહત મળશે. રાજ્યમાં હાલની સ્થિતિ પાછળનું કારણ એ છે કે રાજસ્થાન પર ઓછા દબાણને કારણે રાજ્ય વાદળછાયું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું હોવાથી ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં ભેજ અને વાદળ છવાયેલા છે. હવામાન વિભાગે જણાવ્યું કે પવનની ઝડપ 10 થી 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. એટલું જ નહીં, 2 થી 3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ 2 થી 3 દિવસ પછી રાજ્યનું તાપમાન 1 થી 2 ડિગ્રી વધશે. આ સમયે વાતાવરણમાં ભેજ છે, પરંતુ વરસાદ જેટલો નથી. હાલમાં ગુજરાતમાં વરસાદની આગાહી નથી.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં પવનની દિશા બદલાતા જ આગામી 48 કલાકમાં તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ આ વર્ષે રાજ્યમાં ચોમાસું વહેલું આવી જશે. આ વર્ષે 20 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવવાની ધારણા છે. દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આવી ગયું છે. ચોમાસા પૂર્વેની ગતિવિધિઓના ભાગરૂપે કેરળ અને કર્ણાટક સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે.

નોંધનીય છે કે ગુજરાતમાં આકરી ગરમી મેના અંત સુધી રહેશે, પરંતુ તેમાં થોડો ઘટાડો થઈ શકે છે. ચોમાસું 26 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. અને આવી સ્થિતિમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 10 થી 15 જૂન અને દક્ષિણ ગુજરાતમાં ફરીથી 15 થી 20 જૂન વચ્ચે ચોમાસું આવવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published.