સમાચાર

હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો આરંભ થઈ ગયો છે. રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી દીધી છે. આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે. અમરેલી જીલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર કરંટ પણ જોવા મળેલ છે. બનાસકાંઠામાં તો વહેલી સવારથી જ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે.

વાવ, થરાદ, સુઈગામ સહિતના વિસ્તારમાં ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળેલ છે. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણના લીધે ખેડૂતોમાં ઘણી ચિંતા વધી ગઈ છે. બાજરી, એરંડા સહિતના
પાકોને નુકશાનની ભીતી સેવાઈ રહી છે.

ઠંડા પવન સાથે વલસાડમાં વરસાદ વરસી ગયો છે. હાલર રોડ, સ્ટેશન રોડ પર ધીમી ધારે વરસાદ પડ્યો છે. વરસાદને લઈ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉનાળું પાકને નુકસાન થવાનો ખેડૂતોને ડર રહેલો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો વરસાદ પણ પડી ગયો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી ગઈ છે.

તો આજે અમદાવાદ શહેરમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ ૨૭, ૨૮ અને ૨૯ના રોજ રાજ્યમાં પવનગતિમાં વધારો થઈ જશે. હવામાન વિભાગે પ્રિ-મોનસુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી આપી દીધી છે. સવારથી જ વાદળોના લીધે ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે. તપામાનમા ૩ ડિગ્રી જેટલો ઘટાડો થઈ ગયો છે.

આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે. ગઈ કાલે અસહ્ય ગરમી પડ્યા બાદ આજે વાદળ છાયા વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાઈ ગયું છે. જો કે વહેલા વરસાદની ભીતિએ ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર બેસી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.