35 વર્ષના અનુભવી રમણીકભાઈ વામજાએ કરી આગાહી, ચોમાસાની મોટી આગાહી, જુલાઈમાં જળબંબાકાર? સૌરાષ્ટ્રમાં પણ… Gujarat Trend Team, May 31, 2022 ગુજરાત હવે નજીકના સમયમાં ઉનાળાના અંત માટે તૈયાર છે. ખાસ કરીને ચોમાસાની હાલ ભારે આગાહી કરવામાં આવી રહી છે. મોટાભાગની આગાહીઓ સાચી હોવાના કારણે ખેડૂતોને પણ ઘણી મદદ મળે છે. આ વર્ષે હવામાનશાસ્ત્રીઓ દ્વારા ઘણી વખત તેની આગાહી કરવામાં આવી રહી છે. તેવાના 35 વર્ષીય અનુભવી રમણીકભાઈ વામજાએ ફરી એકવાર ચોમાસા અંગે સચોટ અને મોટી આગાહી કરી છે. જણાવ્યું હતું કે આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ સારું વર્ષ છે. તેમજ આ વર્ષ ખાસ કરીને વ્યાપારીઓ માટે ધંધામાં ઘણી મુશ્કેલી જોવા મળી શકે છે પરંતુ આર્થિક રીતે ખુબ જ સારું રહેશે. તેમના મતે આ વર્ષ મધ્યમ વર્ગના વેપારીઓ માટે મધ્યમ રહેશે અને તેમના મતે નફો-ખોટ બન્ને થઈ શકે છે જણાવી દઈએ કે રમણીકભાઈ વામજા છેલ્લા 35 વર્ષથી ચોમાસાની સચોટ આગાહી કરી રહ્યા છે. ખાસ કરીને જ્ઞાન વિજ્ઞાનના આધારે રમણીકભાઈ આભ મંડળ, વાદળા, દિશા નો પવન તેમજ ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા પવન, હોળી નો પવન તેમજ નક્ષત્રોની રમણીકભાઈ વામજાની આગાહી કરે છે. રમણીકભાઈએ વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ વાવણી અમરેલી જિલ્લામાં થશે અને વધુ વરસાદ જામનગર જિલ્લામાં થશે. આ સાથે જ રાજકોટ જિલ્લાનો ભાદર ડેમ પણ ઓવરફ્લો થવાની સચોટ આગાહી કરવામાં આવી છે. તેમના મતે આ વર્ષે રાજસ્થાનના ઘણા ભાગોમાં પુષ્કળ વરસાદ પડશે. તેમના મતે શિયાળુ પાકમાં બમ્પર પાક થશે અને જુલાઈ મહિનામાં ભારે વરસાદ જોવા મળશે. ખાસ કરીને ખેડૂતો બાબતે આગાહી કરી છે કે જુલાઈ મહિનામાં સાત દિવસની હેલી પડશે અને વાવણી બાદ વરસાદ નબળો પડશે. તેમના મતે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે ભારે વરસાદ પડશે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હવામાન ઘણું સારું રહેશે. 5 મે થી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રની અંદર જોરદાર પવન સાથે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને કેરળમાં ચોમાસાની શરૂઆત સાથે, પ્રથમ વરસાદ 6 તારીખની આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરશે અને સૌરાષ્ટ્રમાં 10 થી 13 તારીખની વચ્ચે શ્રેષ્ઠ વરસાદ જોવા મળી શકે છે. જુલાઈ મહિનામાં સાત દિવસ સુધી જળબંબાકાર રહી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ અતિવૃષ્ટિ થવાની સંભાવના દર્શાવી છે. પુરા ચોમાસા દરમિયાન લગભગ 55 ઇંચ વરસાદ પડી શકે છે. શિયાળામાં પણ સારો પાક થશે એવી સંભાવના દર્શાવી છે. આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં. સમાચાર