રંગીલા રાજકોટમાં આ જગ્યાએ માત્ર 5 રૂપિયામાં મળે છે દાબેલી, 8 રૂપિયામાં મળે છે વડાપાવ, ટેસ્ટ પણ એવો કે લાંબી લાઈન લાગે છે

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે. અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં લોકોને બહાર જવાનો જરાપણ નથી, અત્યારે ચાલી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે જો તમે બહાર જાઓ છો તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ જરૂરથી કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજકાલ લોકો ચટાકેદાર ખાવાનું વધારે પસંદ કરે છે એમાં પણ જો વડાપાંવ મળી જાય તો શું ઘણી વાત!! નાના બાળકો થી માંડી ને સૌ મોટાઓ ને પણ આજકાલ વડાપાંવ ખુબ જ ભાવે છે.. મુંબઈની ફેમસ કોઈ આઈટમ હોય તો તે વડાપાવ છે. મુંબઈના લોકો ખુબ જ ચાહ થી વડાપાઉ ખાય છે. આપણા ગુજરાતીઓ પણ હવે તેમાંના એક છે. આજે અમે તમને એક એવા વડાપાંવ વિશે જણાવા જઈ રહ્યા છે જેનું નામ છે પટેલના વડાપાંવ. આ ફેમસ વડાપાંવની લારી રંગીલા રાજકોટ શહેરમાં આવેલી છે.

જ્યાં રેગ્યુલર વડાપાંવ થી લઇ ને બીજી આયટમ જેવી કે સેન્ડવિચ, બ્રેડોકોડા પણ મળે છે. જેને ખાવા લોકો તૂટી પડે છે. તમને બધાને ખબર હશે કે વડાપાંવ કેવી રીતે બને છે. બટાકાના વડા ને પાવ ની વચ્ચે નાખી ને વડાપાંવ તૈયાર કરવામાં આવે છે. તેની સાથે લીલા મરચા ના ભજીયા પણ સર્વ કરાય છે. એમાં પણ વળી જો મુંબઈ સ્ટાઇલ માં આપણને વડાપાંવ મળી જાય તો એની વાત જ કંઇક અલગ થઈ જાય. તો ચાલો જાણીએ આ રાજકોટના પટેલ ના વડાપાવ વિશે.

રાજકોટના આ પટેલના વડાપાંવ વિશે વાત કરીએ તો ત્યાં આપણે ને વડાપાંવ ની સાથે સાથે અલગ અલગ વેરાયટી જોવા મળે છે. જેના રેગ્યુલર વડાપાંવ ની કિંમત 8 રૂપિયા છે અને બીજી આયટમ જેવી કે સેન્ડવિચ, દાબેલી, બ્રેડપકોડા પણ મળે છે. જ્યાં માત્ર 10 રૂપિયામાં બે નંગ દાબેલી મળે છે. રાજકોટની આ પટેલ વડાપાવ ની લારી પર તમને મુંબઈ ના વડાપાવ ની યાદ આવી જશે. તેઓ એકદમ મુંબઈ સ્ટાઈલમાં લસણની સૂકી ચટણી નાખીને વડાપાંવ બનાવે છે. ત્યાં લોકો આ રેગ્યુલર વડાપાંવ ખાવાનું વધુ પસંદ કરે છે. તેઓ આ વડાપાંવ સાથે લીલા તળેલા મરચા તેમજ અનલિમિટેડ ચટણી પણ આપે છે. લોકો હોંશે હોંશે આ વડાપાંવ ખાય છે.

રાજકોટના પટેલ વડાપાંવ ની લારી વીક માં બધા જ દિવસ ખુલ્લી રહે છે.. જેનો ટાઈમ બપોર ના 2 વાગ્યા થી રાત ના 9 વાગ્યા સુધી ખુલ્લી જ હોય છે… જો તમે પણ રાજકોટ શહેર ના છો અથવા તો રાજકોટ જવાનુ પ્લાન કરી રહ્યા હોય તો અવશ્ય આ પટેલ વડાપાંવ ની મુલાકાત લેજો.. આ ટેસ્ટી વડાપાંવ ખાવાની ખુબ જ મજા આવશે.. તો ચાલો નોંધી લો સરનામું:- પટેલ વડાપાંવ, ગોંડલ રોડ, સત્યવિજય આઈસક્રીમ પાસે, રાજકોટ. Mo 9909950629

Leave a Reply

Your email address will not be published.