પત્નીએ રંગીન મિજાજ વાળા પોલીસ કોન્સ્ટેબલની ખોલી પોલ, આખી ઘટના જાણીને તમે પણ ચોકી જશો

મધ્યપ્રદેશ જિલ્લાના ઈન્દોરમાં એક પત્નીએ પોતાના રંગીનમિજાજી પતિ પોલીસ કોન્સ્ટેબલની પોલ ખુલ્લી પાડી હતી અને તેના દરેક કારસ્તાન નો ખુલાસો કર્યો હતો અને તેની માટે તેને એક અલગ જ ઉપાય કર્યો હતો તેમાં પત્નીએ સૌપ્રથમ ફેસબુક ઉપર પોતાનું ફોટા નામનું એકાઉન્ટ બનાવ્યો હતો અને તેમાંથી તેને પોતાના પતિને જ રિક્વેસ્ટ મોકલી. આમ તેના પતિએ તેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હતી ત્યારબાદ બંને એકબીજા સાથે વાતો કરતા હતા આમ વાત વાતમાં તે પોલીસ કર્મીએ સામે પોતાની જ પત્ની હોવા છતાં તેને જાણ ન હોવાથી તેને કિસ કરવાની તથા અંગત સંબંધો બાંધવાની વાત કરી હતી.

આમ જ્યારે તેની પત્નીને તેના પતિના આ સમગ્ર કારનામાઓ ની જાણ થઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઇ ગઇ હતી અને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. સમગ્ર વાત કરીએ તો ઈન્દોરમાં સુખ્લિયા નિવાસી મનીષા ના લગ્ન 2019 ના સત્યમ નામના વ્યક્તિ સાથે થયા હતા અને થોડોક સમય બંને વચ્ચે ખૂબ જ સારું રહ્યું હતું પરંતુ ત્યાં તે પતિ તેને દુઃખ અને કષ્ટ આપતો હતો વારે ઘડીએ પોલીસ કર્મી પોતાની પત્નીને શારીરિક તથા માનસિક રીતે પીડા આપતો હતો અને તેની સાથે ત્રાસ ગુજારતો હતો. અને તે દરેક નાની-નાની વાતે પોતાની પત્ની ને બાથરૂમ માં પૂરી ને રાખતો હતો તથા તેની સાથે મારપીટ પણ કરતો હતો.

આમ જ્યારે આ યુવતી થી આ સમગ્ર ત્રાસ સહન ન થયો ત્યારે તેને પોતાના માતા-પિતાને દરેક બાબત જણાવી દીધી હતી અને તેને પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી 28-11-2020 એ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેને પોતાના સમગ્ર એફઆઇઆરમાં જણાવ્યું હતું કે તેનો પતિ તેને ખૂબ જ મારતો હતો તથા દહેજમાં બાઈક ની માંગણી કરી હતી અને તેને છાપું પણ વાંચવા દેતો ન હતો.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થાય ત્યારે તેને ધરપકડ કરીને લઈ જવામાં આવ્યો હતો અને તે જામીન પર છૂટી ગયો હતો.આ મનીષા પોતાના પિયરમાં હતી ત્યારે તેને પતિ ઉપર શંકા ગઈ અને તેને પોતાનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાં તે પોતે સિંગલ છે તેમાં લખ્યું હતું ત્યારબાદ પોતાના પતિને રિક્વેસ્ટ મોકલવા થી તેનો પતિ ખુશ થઇ ગયો હતો અને તેને બીજી અન્ય યુવતી સમજીને તેની સાથે વાતો કરવા લાગ્યો હતો. આમ તેને ફિઝિકલ રિલેશન રાખવાની વાત કરતાં જ તેની પત્નીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને આ સમગ્ર વાતચીતના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી દીધા હતા અને આ સમગ્ર નોંધ જિલ્લા કોર્ટે લીધી હતી.

જ્યારે પીડિતાએ પોતાના પતિ ઉપર આરોપો કર્યા હતા અને જિલ્લા કોર્ટે તેની સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો.આમ અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે ખાવાપીવાના ખર્ચા માટે બે લાખ રૂપિયા તથા દર મહિને સાત હજાર રૂપિયા આપવાનો પણ આદેશ કર્યો છે.આમ એડવોકેટ કૃષ્ણ કુમારે જણાવ્યું કે 2020માં આ કેસ દાખલ કર્યો હતો ત્યારે કોર્ટે તેને સાત હજાર રૂપિયા આપવાનું જણાવ્યું હતું આમ અત્યાર સુધી તેના બે લાખ રૂપિયા ઉપર જમા થઈ ગયા છે.

આ પીડિતા પત્નીએ પોતાના પતિ ઉપર શંકા જતાં જ્યારે ફેસબુક અને વોટ્સએપ ઉપર વાતચીત કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તેમાં તેનો પતિ સત્ય બહેલ પીડિતા સાથે ખૂબ જ અશ્લીલ રીતે વાત કરતો હતો. અત્યારે આ પીડિતા પોલીસના અધિકારીઓને જણાવી રહી છે કે તેને પૂરતો ન્યાય મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *