રખડતા ઢોરની અડફેટથી મૃત્યુ થતા બાઈકચાલકને મળ્યું 56 લાખનું વળતર

વડોદરા શહેરનાના વાઘોડીયા રોડ પર વૈકુંઠ સોસાયટી બાજુ જુલાઈ ૨૦૧૩માં સ્ટ્રીટ લાઈટના અભાવેથી રસ્તા પર રખડતા ઢોર સાથે બાઈક લઈને અથડાયેલાં એક યુવકનું મોત થયું હતુ. અકાળે વિધવા થયેલી પરીણીતા અને તેના સગીરવયના સંતાનોએ મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસ કમિશનર પાસેથી ૫૬.૬૬ લાખ રૂપિયા વળતર મેળવવા માટે કરેલો દાવો સિવીલ કોર્ટે મંજુર કરી દીધો છે અને વર્ષ ૨૦૧૪થી વાર્ષીક ૯ ટકા વ્યાજ સાથે ૩૪.૨૦ લાખ રૂપિયા નિઃસહાય પરીવારને ચુકવવાનો હુકમ કરી દીધો છે.

યુવક નોકરીથી છૂટીને બાઈક પર પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો :વાઘોડીયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા પાસેના વૃંદાવન કોમ્પલેકસમાં રહેતાં અંજનાબેન કેતનકુમાર શાહ તથા તેમના સંતાન શ્રોયા અને સૌરભે સિવીલ કોર્ટને એવું જણાવ્યુ હતુ કે, કેતન શાહ વાઘોડીયા, બાકરોલ ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા હતા. તે રોજ બાઈક લઈને જતા આવતા હતા. ગત તા. ૨૪મી જુલાઈ ૨૦૧૩ના રોજ રાત્રે નોકરી પરથી પાછા ઘરે આવતી વખતે મેઈન રોડ પર સ્ટ્રીટ લાઈટના અભાવથી સાવ અંધારુ હતુ અને રસ્તા ઉપર રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો હતો.

મ્યુનિ. અને પોલીસ કમિશનર સમક્ષ દિવાની દાવો દાખલ કરવામાં આવ્યો :બાઈક સ્લીપ થઈ જતા કેતનકુમાર ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું મોત થયું હતુ. આ ઘટનાથી પરીવાર નિઃસહાય થઈ ગયો હતો. તેમના વેતન પ્રમાણે ૫૬.૬૬ લાખ રૂપિયા વળતર મેળવવા માટે મ્યુનિ. અને પોલીસ કમિશનર સમક્ષ દિવાની દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.