અમદાવાદ વિસ્તાર સહિત આખા ગુજરાતમાં ખૂબ જ ગરમી પડી રહી છે અને ગરમીનો પારો દિવસે દિવસે વધતો જ જોવા મળે છે. આમ ગરમીના કારણે દરેક વ્યક્તિના ઘરે એસી હોય તેવું જરૂરી નથી તેથી જેમના ઘરે એસી હોય તેવું તો એસી માં સુઈ જાય છે પરંતુ અમુક લોકોને રાત્રે ધાબા પર સૂઈ જવું પણ ખૂબ જ પસંદ આવે છે તેથી આ ગરમીના કારણે લોકો રાત્રે ધાબા ઉપર સૂઈ જતા હોય છે આમ જ્યારે લોકો ધાબા પર સૂઈ જતા હોય છે ત્યારે ચોર લોકો ચોરી કરતા હોય છે આમ આ જ પ્રકારની એક ઘટના અમદાવાદમાં બની છે.
અમદાવાદ શહેરને ગરમીનો પારો તો આપણા દરેક વ્યક્તિને ખબર જ છે અને આ ગરમીનો જ લાભ લઈને રાતના સમયે લોકો લોકોના ઘરમાં મોબાઈલની ચોરી કરે છે આમ આ ચોરી કરનાર ગેંગ પોલીસના હાથમાં આવી ગઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 11 ફોન લઈ લીધા છે આમ પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ થોડાક જ સમયમાં ઉકેલી કાઢયો હતો અને મહત્વની વાત તો એ હતી.
અમદાવાદ ની અંદર જ આવેલા રામોલ પોલીસ ને ગિરધારી માં બે આરોપીઓ હાથ લાગ્યા છે અને તેનું નામ છે અભિમન્યુ અને મોહમ્મદ શેખ. આ બે આરોપી રામોલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી અનુસાર સુરેલીયા સર્કલ પાસે જોવા મળ્યા હતા અને જ્યારે પોલીસે તપાસ કરી હતી ત્યારે આ બધી અલગ અલગ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલ્યા હતા.
જ્યારે પોલીસે આ બંનેને પકડી પાડયા હતા ત્યારે તેમની પાસેથી પોલીસને વિવિધ કંપનીના રાત્રે જ્યારે લોકો ધાબા ઉપર સૂઈ જતા હોય ત્યાંથી તેમને ફોન ચોરી કરી લીધા હતા તેમાં કુલ ૧૧ જેટલા ફોન તથા મોટર બાઈક સહિત 1 લાખ રૂપિયાનો માલ જપ્ત કરીને આરોપીઓને બીજા આરોપીનું નામ પુછતા દરેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ રામોલ પોલીસે સમગ્ર તપાસ શરૂ કરી દીધી હતી.
આ સમગ્ર આરોપીઓને પોલીસે પૂછતાછ કરી ત્યારે તેમને એવી માહિતી મળી હતી કે આ સમગ્ર ગુના ની અંદર વોન્ટેડ આરોપી એટલે કે આકાશ નામના વ્યક્તિ સાથે આ બંને આરોપીઓ મળી ગયા હતા અને અમદાવાદની અંદર આવેલ વિવિધ વિસ્તારોમાં નજર રાખતા હતા તેમ જ ગરમીના સમયગાળાના કારણે લોકો ધાબા પર સૂઈ જતા ત્યારે તે કોઈપણ રીતે ધાબા ઉપર ચડી ને તે લોકોના મોબાઈલ ના ફોનની ચોરી કરતા હતા.
આમ તે ચોરો ઘરની અંદર પણ પ્રવેશી જતા હતા અને તિજોરી તોડી નાંખીને તેમાં જે કંઈ પણ માલ હોય તે લઈને ભાગી જતા હતા તેમજ આ ત્રણેય આરોપી દ્વારા જેટલી પણ વસ્તુ ચોરી કરવામાં આવી હોય તે એકબીજાને વહેંચી લેતા હતા આમ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ આરોપીઓએ બે ઘર તોડીને ચોરી પણ કરી હતી આમ ઇસનપુર સ્ટેશનમાં એક જ સોસાયટીમાંથી કુલ પાંચ જેટલા મોબાઇલ ચોરી કર્યા હતા અને તેની પણ આ આરોપીઓએ કબૂલાત કરી હતી.
જ્યારે રામોલ પોલીસે આરોપીને પકડી અત્યારે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ચાર જેટલા ગુનાઓ તથા ઇસનપુર પોલીસ સ્ટેશનની અંદર પણ જેટલા ગુના નોંધાયા હતા તે બધા જ ગુનાઓનો ભેદ રામોલની પોલીસે ઉકેલી નાંખ્યો હતો અને આ સંપૂર્ણ ઘટના રામોલ પોલીસે ખુણાની અંદર બેઠેલા વોન્ટેડ આરોપીને પકડવાની ખૂબ જ મોટી તપાસ શરૂ કરી દેવામાં આવી છે તથા ખાસ કરીને જે પકડાયેલા આરોપીઓ છે તેઓ બીજા અન્ય ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે નહીં તેના બાબતે પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે.