હેલ્થ

રાત્રે જીરાનું પાણી પીવાથી અનેક ફાયદાઓ આવી માહિતી બીજી ક્યાંય નહિ મળે ગેરેંટી

સદીઓથી જીરાનું પાણી આયુર્વેદિક દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, અને આ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ચુક્યું છે કે જીરામાં રહેલા તમામ પોષક તત્વો શરીર માટે લાભદાયી હોય છે. દરરોજ માત્ર એક ગ્લાસ જીરાનું પાણી પીવાથી તમારા હૃદય, પેટ, વાળ અને ત્વચા સહિત એકંદરે સ્વાસ્થ્ય માટે ચમત્કારી બની શકે છે. ખાલી પેટ જીરાનું પાણી પીવું અથવા રાત્રે પીવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.

પોટેશિયમ અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત: જીરુંએ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ મદદ કરે છે. તેમાં એન્ટીઓકિસડન્ટ નામનો ગુણ પણ હોય છે, અને તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો રહેલા હોય છે જે સંક્રમણ પેદા કરતા બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરતા હોય છે. જીરામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા વિવિધ ખનીજ પદાર્થો પણ હોય છે અને વિટામિન એ, બી, સી પણ હોય છે.

પીરિયડના દુઃખાવામાં રાહત: જીરાના પાણીમાં એક શક્તિશાળી રાસાયણિક સંયોજન હોય છે જેનું નામ થાઇમોક્વિનોન છે જે લીવરમાં થતી બળતરાથી બચાવે છે અને એકંદર યકૃતના સ્વાસ્થ્યમાં પણ ઘણી મદદ કરે છે. જીરાનું પાણી પેટમાં થતી બળતરા અને પેટના દુઃખાવા જેવી અન્ય સ્થિતિઓમાં પણ ઘણી મદદ કરે છે. તેના જે એન્ટી-સ્પાસમોડિક ગુણધર્મો હોય છે તે તમારા પીરિયડ્સ દરમિયાન થતા દુઃખાવાને ઘટાડવામાં ખુબ મદદ કરે છે.

પેટની ચરબી ઓછી કરે: જીરાનું પાણી તમારા પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે અને પાચન પ્રક્રિયામાં સુધારો કરવામાં મદદ કરે છે. તે યકૃતમાં પિત્ત એસિડના ઉત્પાદનની પ્રક્રિયાને વેગ આપવામાં મદદ કરે છે અને ચરબીના પાચનમાં મદદ કરે છે. ઉપરાંત, તે આંતરડાની ગતિમાં સુધારો કરે છે તથા અપચો, સોજો અને એસિડિટી જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

પીરિયડ થાય છે નિયમિત: મોટાભાગની સ્ત્રીઓ તેમના જીવનના અમુક તબક્કે અનિયમિત પીરિયડના ચક્રમાંથી પસાર થતી હોય છે જે અમુક સમયે તણાવપૂર્ણ બની શકે છે. જીરું તેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જીરું એ આયર્નથી સમૃદ્ધ હોય છે જેથી, જીરાનું પાણી સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ખૂબ જલાભદાયી અને આરોગ્યપ્રદ પીણું છે.

હૃદય માટે સ્વાસ્થ્યવર્ધક: જીરું આપણા હૃદય પર ખૂબ જ હકારાત્મક અસર કરે છે. તે કુદરતી એન્ટીઓકિસડન્ટ છે અને હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓની સારવારમાં પણ મદદરૂપ થાય છે. જીરાનું પાણી પીવાથી હૃદયની માંસપેશીઓ મજબૂત બની જાય છે, કોલેસ્ટરોલનું સ્તર ઘટી જાય છે અને લિપિડ જમા થવાથી અટકાવી દે છે. જેનાથી હાર્ટ બ્લોકેજ, હાર્ટ એટેક અને બ્લડ ક્લોટ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *