20 વર્ષ પહેલા ખોટા રેપ કેસમાં જેલ ગયો હતો બહાર આવીને લગ્ન કર્યા અને બીજા જ દિવસે…
લોકોના જીવનમાં ઘણા પ્રકારની અલગ અલગ મુસીબતો સામે આવતી હોય છે દુઃખી થયેલો વ્યક્તિ પોતાને બદનસીબ ગણાવીને સ્વીકારવાની કોશિશ કરતો હોય છે ત્યારે આવી જ એક ઘટના હાલ અત્યારે ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે. ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં એક નવી દુલ્હન પોતાના પતિને ચકમો આપીને ભાગી ગઈ અને સાથે સાથે કરી ગઈ એવી વસ્તુ કે….
વરરાજાએ દુલ્હનના માતા પિતાને એક લાખ રૂપિયા આપીને ધાર્મિક વિધિ અનુસાર મહિલા સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. મહિલાએ 50000 રૂપિયા રોકડા અને સાથે દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. દુલ્હા એ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ અધિકારીને પત્ર આપીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વિષ્ણુ તિવારી મહેરોની કોટવાલી હેઠળના સીલાવણી ગામ નિવાસી જે 20 વર્ષ પહેલા રેપ કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ બાદમાં આ કેસ સાવ ખોટો નીકળ્યો અને વિષ્ણુ તિવારી નિર્દોષ હોવા છતાં પણ ૨૦ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો અને હાઇકોર્ટે આદેશ આપ્યા બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના બે વર્ષ પહેલા બની હતી ને આની હેડલાઇન્સ પણ બની હતી.
તાજેતરમાં જ વિષ્ણુ તિવારીએ પોતાનું જીવન આગળ વધારવા માટે 22 જુલાઈના રોજ ધાર્મિક વિદ્યા અનુસાર મંદિરમાં એમપીના સાગર જિલ્લાને રહેવાસી રાજકુમારી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ પારિવારિક સંસાર આગળ ચાલે તે પહેલા જ દુલ્હન એ કરી નાખ્યું એવું કામ કે પોતાના જીવનસાથી વિષ્ણુ તિવારીને ધોખો આપીને પૈસા અને દાગીના લઈને રફુ ચક્કર થઈ ભાગી ગઈ હતી.
વિષ્ણુ તિવારીએ વધુમાં જણાવ્યું કે મહિલાના મા બાપે પણ લગ્ન પહેલાં મારી પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા સાથે જ મહિલાએ પણ 50000 રોકડા અને દાગીના લઈને ઘરેથી ભાગી હતી વિષ્ણુ દીવાને વધુમાં જણાવ્યું કે આ લગ્ન જેવા પવિત્ર સંબંધને છેતરપિંડી કરીને આ મહિલા ફરાર થઈ ગઈ છે જેના કારણે તેને કડકમાં કડક સજા આપવામાં આવે.