RJ કુણાલના પિતાએ આત્મહત્યા કરતા સમગ્ર ઘટના ચકચાર બની, રેલ્વે ફટક પાસે ડેડબોડી મળી આવી…

સોલા વિસ્તારમાં જનતાનગર રેલ્વે સ્ટેશન ફાટક પાસે એક વ્યક્તિની ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરીને ઘટના સામે આવી છે. પોલીસને આ ઘટના ની જાણ થતા જ આ સમગ્ર ઘટના ચકચાર બની છે પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં આરજે કૃણાલ ની પૂર્વપત્ની ના પરિવારજનો સામે અક્ષયપો કર્યા છે ત્યારે આ અંગે પોલીસે આ અકસ્માતને મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી પોલીસ પાસેથી જાણવા મળી ગઈ સોલા વિસ્તારમાં આવેલા જનતા નગર પાસે ઈશ્વર દેસાઈ નામના વ્યક્તિની એક ડેડબોડી મળી આવી હતી અને પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતક નો દીકરો રેડિયો જોકે આરજે કૃણાલ છે અને આ સમગ્ર માહિતી ની જાણ થતા જ આખી ઘટના ચકચાર બની છે અને પોલીસ કર્મચારીઓએ પણ વધુ તપાસ ચાલુ કરી દીધી છે.

બીજી બાજુ આજે કૃણાલની પૂર્વ પત્ની ભૂમિએ થોડાક વર્ષ પહેલાં આત્મહત્યા કરી હતી મૃતક ઈશ્વરભાઈ દેસાઈ ની ડેડબોડી પાસે પણ એક સુસાઇડ નોટ મળી આવી હતી. પૂર્વ પત્ની ભૂમિના પરિવાર સામે આક્ષેપ છે ત્યારે આ અંગે સોલા પોલીસ અધિકારી એવા પીઆઇ એનઆર વાઘેલા સાહેબે જણાવ્યું હતું કે અમને ડેડબોડી પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે જેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ તો આર જે કૃણાલ ના લગ્ન 2015માં ભૂમિ સાથે થયા હતા પરંતુ બે મહિનાથી પણ ઓછા સમયમાં જ કૃણાલ તેની પત્ની ભૂમિને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું જેને લઈને અમદાવાદના સચિન ટાવર પરથી કૂદીને ભૂમિ આત્મહત્યા કરી લીધી હતી. તમને જણાવી દઈએ તો તે સમયે કૃણાલ સહિત તેના માતા પિતા પર કેસ પણ દાખલ થયો હતો અને તેના કારણે આરજે કૃણાલ ને 9 મહિના જેલમાં કાઢવા પડ્યા હતા. હવે જોવાનું રહેશે કે પોલીસ અધિકારીઓ અને પાછળ કઈ કાર્યવાહી કરે છે.

Leave a Reply

Your email address will not be published.