અમદાવાદ: સાબરમતી નદી પાસે કે નીચા વાળા વિસ્તારોમાં તો અત્યારે ભૂલથી પણ ન જતા તંત્રએ એલર્ટ જાહેર કરી દીધું… -જાણો Gujarat Trend Team, August 12, 2022 સમગ્ર રાજ્યમાં અત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે જેમાં આ વખતે તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અત્યારે ગુજરાતના ડેમમાં પાણી આવી રહ્યું છે ત્યારે અમદાવાદીઓ માટે એક પછી એક સૂચના જાહેર કરવામાં આવી છે. સાબરમતી નદીમાં 12 ઓગસ્ટના રોજ પાણી છોડાવી શકે છે નર્મદા નદીની મુખ્ય કેનાલ માંથી સાબરમતી નદીમાં આજે પાણી છોડાવી શકે તેવી શક્યતા છે ત્યારે વહીવટી તંત્રએ પાણી છોડવાના નિર્ણયને પગલે સાબરમતી નદી ઉપર આવેલા વાસણા બેરેજની વેચાણવાસના સંબંધિત વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે જુલાઈ અને ઓગસ્ટ માસમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારો સાબરકાંઠા બનાસકાંઠામાં પણ અત્યારે ખૂબ જ ભારે વરસાદ પડવાને કારણે તેની સીધી જ અસર સાબરમતી નદીમાં જોવા મળી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદ અને રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યારે ધરોઈ ડેમમાં પાણીની આવક માં વધારો થયો છે ઘણી વખત ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તે સીધું જ સાબરમતી નદીમાં પહોંચે છે જેના કારણે સાબરમતી નદીમાં અત્યારે નવા નીર ઉમેરાયા છે. આ વર્ષે ખૂબ જ સારા એવા વરસાદને કારણે સાબરમતી નદી આખી ભરેલી છે. મિત્રો તમને જણાવી દઈએ તો રાજ્યમાં અત્યારે ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે ત્યારે અમદાવાદઓ માટે પણ હવામાન વિભાગે મોટી આગાહી જાહેર કરી છે આ સાથે વાસણા બેરેજ ની નીચાણવાળા વિસ્તારમાં સંબંધિત મા અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાબરમતી નદીમાં નવા મીર આવવાને કારણે અનેક ગામોમાં અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સમાચાર