બોલિવૂડ

સલમાન ખાનના બોડીગાર્ડ શેરા આ 10 વાતો ક્યારેય નહીં જાણતા હોવ ગેરેન્ટી

સલમાન ખાન બોલિવૂડના સૌથી હ્રદયસ્પર્શી અને લોકપ્રિય કલાકારોમાંથી એક છે. જો કે, આજે આ લેખમાં અમે સલમાન નહીં પરંતુ તેના બોડીગાર્ડ શેરા વિશે કેટલીક અજાણી વાતો જણાવીશું. 1) શેરાનું સાચું નામ ગુરમીત સિંહ છે. 2) સલમાન ખાનને બોડીગાર્ડની નોકરી મળે તે પહેલા શેરાએ મિસ્ટર મુંબઈનો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત તે મિસ્ટર મહારાષ્ટ્ર સ્પર્ધામાં બીજા ક્રમે રહ્યો હતો.

3) મુંબઈના અંધેરી ભાગમાં એક શીખ પરિવારમાં જન્મેલા શેરાએ તેની નોકરી માટે તેની પાઘડીનું બલિદાન આપવાનું નક્કી કર્યું કારણ કે તેને ભીડમાં તેને લઈ જવામાં મુશ્કેલી પડી રહી હતી. 4) શેરા પહેલીવાર સલમાન ખાનને 1995માં એક પાર્ટીમાં મળ્યા હતા. 5) શેરા 20 વર્ષથી વધુ સમયથી સલમાન ખાનનો બોડીગાર્ડ છે. 6) સલમાને તેને બોડીગાર્ડ ફિલ્મ સમર્પિત કરી. તે ફિલ્મના ટાઈટલ ટ્રેકમાં પણ જોવા મળ્યો હતો.

7) સલમાનને તેના ચાહકો ભાઈ કહે છે. જોકે શેરા સલમાનને માલિક કહે છે. 8) સલમાન ખાને શેરાની કંપની ટાઈગર સિક્યુરિટીને બોડીગાર્ડમાં પણ પ્રમોટ કરી હતી. 9) શેરાએ સલમાન ખાનને તેના 48માં જન્મદિવસ પર રોયલ એનફિલ્ડ બાઇકના રૂપમાં એક મોંઘી મોડલ બાઇક ભેટમાં આપી હતી. 10) શેરાનો પુત્ર ટાઈગર સુલતાનના સેટ પર આસિસ્ટન્ટ ડિરેક્ટર્સમાંનો એક હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સુપરસ્ટાર સલમાન ખાનને બચાવવા માટે, તેનો બોડીગાર્ડ શેરા, જે આખો સમય પડછાયાની જેમ તેની સાથે રહે છે. અને તે ખુબ જ વધારે રૂપિયા લે છે. તે ખૂબ જ લોકપ્રિય છે. સલમાનની જેમ શેરાને પણ કામ કરવાનું અને ફિટ રહેવાનું ખુબ જ પસંદ છે. છેલ્લા 27 વર્ષથી શેરાએ સલમાન ખાનને દરેક પ્રકારના વાતાવરણમાં બચાવવા માટે કામ કરીયું છે. 1987 માં, શેરાએ મિસ્ટર મુંબઇ જુનિયરની બોડીબિલ્ડિંગ સ્પર્ધા જીતી હતી. સલમાનની સુરક્ષા ધારતા પહેલા શેરા માઇકલ જેક્સન, વિલ સ્મિથ, પેરિસ હિલ્ટન અને જેકી ચેન જેવા સુપરસ્ટાર્સની સુરક્ષા ટીમનો ભાગ રહી ચૂકી છે. જે ખુબ જ મોટી વાત છે.

સલમાન ખાનની સુરક્ષા સંભાળવા જેવી મોટી જવાબદારી માટે તેને મળતી ફીની વાત કરીએ તો શેરાને દર મહિને 15 લાખ રૂપિયા ફી મળે છે. જે કોઇ પણ રીતે નાનો આકડો નથી. ચાલો તમને જણાવી દઈએ કે ઘણા લોકપ્રિય કલાકારોને પણ શૂટિંગ માટે આ રકમ મળતી નથી. જેટલી તો ખાલી આ બોડીગાર્ડ ને મળે છે. તે પરથી કહો શકીએ કે સલમાન ખાન ખુબ જ અમીર વ્યકિત માંથી એક છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન ગ્લોબલ વાર્ષિક રૂ. 170 કરોડ કમાય છે. જેમાંથી 10% રોયલ્ટી તરીકે તેના પાયામાં જાય છે.છેલ્લા કેટલાક વર્ષોમાં સલમાન ખાને ફિલ્મોથી 100 થી 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે કોઇ પણ રીતે નાનો આકડો નથી. લોકોને આટલું કમાવવામાં આખી જિંદગી ટૂંકી પડતી હોય છે. પરંતુ સલમાન ખાન માત્ર એક જ વર્ષ માં એટલું કમાય જાય છે. સલમાન ખાન 20 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી રહ્યો છે. સલમાન ખાનની પહેલી આવક 75 રૂપિયા હતી. આ વીસ વર્ષોમાં તેણે ઘણી કમાણી કરી અને સંપત્તિ બનાવી લીધી છે. સલમાન ખાનનું નામ હવે સૌથી વધુ આવક કમાવનાર અભિનેતામાં શામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *