સમાચાર

દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રમાં આ તારીખેથી વરસાદ પડવાની આગાહી કરી છે, વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ ગરમીના કારણે તથા સહન ન થાય તેવો ઉપરાંત પણ લાગી રહ્યો છે ત્યારે ગુજરાતના સમગ્ર વાતાવરણમાં પલટો આવશે તેવા હવામાન વિભાગે સંકેત આપ્યા હતા. આમ હવે આવનાર 8મી જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તથા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. અને તેમાં પણ ખાસ કરીને નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, અમરેલી તથા ગીર સોમનાથમાં સામાન્ય કરતા થોડો વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન ખાતાએ સામાન્ય વરસાદની આગાહી કરી તે જ અનુસાર તેમને પ્રસિદ્ધ કરેલા આંકડાકીય વિગત અનુસાર વિવિધ શહેરમાં કેટલુ તાપમાન રહેશે તે પણ જણાવ્યું હતું. આમ હવામાન વિભાગે જણાવ્યું હતું કે શનિવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 42.4 ડિગ્રી તથા કંડલા એરપોર્ટમાં 42.2 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. અને તદુપરાંત બીજા અલગ અલગ જિલ્લાઓમાં જેમ કે રાજકોટમાં 41.3 ડિગ્રી ડીસામાં 40.8 ડિગ્રી અમરેલીમાં 41.5 ડિગ્રી તથા સુરેન્દ્રનગર જિલ્લામાં 41.9 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે સમગ્ર રાજ્યના અલગ-અલગ શહેરોમાં તાપમાનનો પારો એક ડિગ્રી જેટલો ઓછો થયો હોય તેવું જોવા મળ્યો હતો પરંતુ શનિવારે તેનું તાપમાન છે અને તે યથાવત રહેશે તેવું જોવા મળ્યું છે જ્યારે ગરમીની સાથે સાથે જ છેલ્લા ઘણા બધા દિવસથી વાતાવરણમાં ખૂબ જ બફારો જોવા મળે છે અને ગરમી પણ ખૂબ જ લાગી રહી છે તેથી આ ઉકળાટના કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. તેથી હવામાન વિભાગે જ્યારે આ પારો ઓછો થયો તેવી માહિતી આપે ત્યારે લોકોને થોડી ઠંડકનો અનુભવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published.