Skip to content
ગુજરાત ટ્રેન્ડ
ગુજરાત ટ્રેન્ડ
  • home
  • સમાચાર
  • લેખ
  • જાણવા જેવુ
  • ધાર્મિક
  • બોલિવૂડ
  • રાશિ ભવિષ્ય
  • હેલ્થ
  • લાઈફ સ્ટાઈલ
  • રસોઈ
ગુજરાત ટ્રેન્ડ

સમગ્ર ઘટના જાણીને તો તમારી આંખમાં પણ આંસુ આવી જશે, શ્રાવણ નો ઉપવાસ હોવાથી દીકરી ફ્રૂટી લેવા ગઈ અને નરાધમે રહેંસી નાખી, દીકરી ગુમાવનાર માતા પિતાના તો આંસુ સુકાતા નથી…

Gujarat Trend Team, August 26, 2022

‘એ દિવસે મારે નાઇટ શિફ્ટ હતી. મારે સાત વાગ્યે નોકરી પર જવાનું હતું. દીકરીને પણ મંદિરે જવું હતું. એ દિવસે તેણે મને કહ્યું- પપ્પા, ઊભા રહો, મારા હાથની ચા પીવડાવું. તમે ચા પીને નોકરી જાઓ. એ કોઈ દિવસ ચા બનાવતી નહોતી, પણ એ દિવસે સ્પેશિયલ ચા બનાવી. મને પીવડાવી. ત્યાર બાદ એ મંદિરે જવા નીકળી અને હું નોકરીએ ગયો.

થોડીક જ વારમાં મારી પત્નીનો ફોન આવ્યો. પાછા આવીને જોયું તો એ નરાધમે મારી લાડલીને રહેંસી નાખી હતી,’ આટલું બોલતાં જ દિલીપભાઈ પટેલના ગળે ડૂમો ભરાઈ આવ્યો. ખેડાના માતર તાલુકાના ત્રાજ ગામમાં આજથી અંદાજે 8 દિવસ પહેલાં બનેલી ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. એકતરફી પ્રેમમાં 47 વર્ષીય આધેડ રાજુ પટેલે કૃપા પટેલ નામની 16 વર્ષીય સગીરાનું ગળું કાપી નાખ્યું હતું.

એટલું જ નહીં, નરાધમે હત્યા બાદ છરીથી હાથ ઉપર પણ કાપા માર્યા હતા. ઘરમાં સૌની લાડલી દીકરીના મોતના 8 દિવસ બાદ પણ તેનાં માતા-પિતાની આંખોના આંસુઓ હજી સુકાયા નથી. લાડલીને યાદ કરીને હજી રડ્યાં રાખે છે. કૃપાના પિતા દિલીપભાઈને 3 સંતાન હતાં, જેમા બે દીકરી અને એક દીકરો છે. કૃપા વચેટ હતી.  મૃતક સગીરાનાં માતા-પિતા સાથે વાતચીત કરી હતી.

દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું, ‘એ શ્રાવણ મહિનો કરતી હતી. એ દિવસે એ ઘરેથી મંદિર જવા નીકળી હતી અને મહાદેવજીની આરતી પતાવીને પછી ઘરે આવી. તેને ઉપવાસ હતો એટલે એ ફરી દુકાનમાં ફ્રૂટી લેવા ગઈ. ત્યાં પેલો (રાજુ પટેલ) પાછળથી આવીને છરીના ઘા મારીને નાસી ગયો. આ ઘટના બની ત્યારે સાંજના 7.15થી 7.30ની આસપાસનો સમય હતો.

હું ગામમાં રહું છું અને મંદિર તળાવ પર છે. ઘટનાસ્થળથી મારું ઘર અડધો કિલોમીટર જેટલું દૂર છે. ઘટના બાદ આરોપી ગામમાં ક્યાંક નાસી ગયો હતો. 10 મિનિટમાં જ પોલીસ આવી ગઈ હતી. પછી પોલીસ પકડી લીધો હતો. હત્યારો મારા ઘરથી 10 મિનિટના અંતરે આવતા બીજા ફળિયામાં રહે છે.’ પિતાએ વધુમાં ઉમેર્યું હતું, ‘દીકરીને બ્યૂટિપાર્લરનો ઘણો જ શોખ હતો.

એ બધાં કામમાં બહુ હોશિયાર હતી. ઘરકામ, બોલવા-ચાલવામાં બધી રીતે હોશિયાર હતી. ફોટાનો પણ બહુ શોખ હતો. ઘરમાં એના પાડેલા ફોટા પણ બહુ જ છે. મોબાઇલમાં બહુ ફોટા પાડતી હતી. તેની સાથે જે છોકરી હતી, તેણે એવું કહ્યું હતું કે એ વખતે દુકાન પર કોઈ નહોતું. દુકાન આગળ ઓટલો છે, તેઓ ત્યાં ઠંડુ લેવા ચઢ્યા ત્યારે પેલો પાછળથી આવી છરીના ઘા મારી ત્યાંથી નાસી ગયો, એટલે તેની મિત્ર ઘરે દોડતી દોડીતી આવી અને મારી પત્નીને ઘટના વિશે કહ્યું.

ગામવાળા અને પોલીસે ખૂબ સારો સહકાર આપ્યો છે. મેં તો એવી વાત પણ સાંભળી છે કે આરોપીના પરિવાર એમ કહે છે કે તમારે એનું જે કરવું હોય એ કરો. અમારે એની સાથે કોઈ લેવાદેવા નથી.’ દિલીપ ભાઈએ આગળ દુઃખી સ્વરે જણાવ્યું હતું, ‘મારી દીકરી અને એની ભત્રીજી બંને નાનપણથી સાથે જ ભણતા હતા. એટલે એના ઘરે અવરજવર તો હતી જ.

પરંતુ હમણાં 1 વર્ષથી એના ઘરે જવાનું બંધ કરી દીધું હતું અને બીજી બહેનપણીઓને ત્યાં મળતા હતા. દીકરી એ અમને તો કંઈ જણાવ્યું જ નહોતું. મેં મારી પત્નીને પણ આ અંગે સવાલ કર્યો હતો, પરંતુ તેને પણ કંઈ જ ખબર નથી. જો દીકરીએ અમને કંઈક કહ્યું હોત તો હું તેની પર એક્શન તો લેત.’ વધુમાં દિલીપ ભાઈએ કહ્યું હતું, ‘અમે પહેલેથી તેને ઓળખતા હતા.

પરંતુ તે આવું કંઈ કરશે તેવું ક્યારેય વિચાર્યું નહોતું. મારી દીકરીએ પણ ક્યારેય એવું નહોતું કે કહ્યું કે તે મને હેરાન કરે છે, કારણ કે એ 46-47 વર્ષનો એટલે કે મોટી ઉંમરનો છે. પહેલાં એના વિષે સાંભળ્યું હતું કે એણે 8-9 વર્ષની બાળકીની છેડછાડ કરી હતી. એ પછી છોકરીની માતા એને બોલી હતી અને બાળકીના પિતાએ ફટકાર્યો માર્યો હતો.

આ ઘટનાને લગભગ છ મહિના જેવુ થયું છે. એ છેડછાડ કરતો હોય તો નાની છોકરીને કંઈ ખબર પડે નહીં પણ છોકરીએ કદાચ કીધું હશે એટલે ઘરવાળાને ખબર પડી હશે. એના ઘણાં સમય પહેલા લગ્ન થયાં હતા. પછી છૂટું થઈ ગયું હતું. એ વ્યક્તિ એના ઘરમાં એની માતા સાથે ઉપર રહેતો જ્યારે એનો મોટોભાઈ એના પરિવાર સાથે નીચે રહેતો હતો.’

દિલીપ ભાઈએ આગળ જણાવ્યું હતું, ‘મારા પરિવારમાં મારા મમ્મી-પપ્પા, એક મોટી દીકરી અને નાનો દીકરો છે. મારી પત્ની છે. આ ઘટના પાછળ એનો ઇરાદો શું હતો એ તો અમને પણ ખ્યાલ નથી. અત્યારે એવો માહોલ થઈ ગયો છે કે બીજી દીકરીઓ પણ બહાર નીકળતા ડરે છે. આજે સવારે એની સ્કૂલવાળા પણ મળવા આવ્યા હતા.

આ બનાવ બન્યો ત્યારે એની બહેનપણી સાથે હતી. એ જરાયે ડરતી નથી. પોલીસને એણે બધા જવાબ ફટાફટ આપી દીધા હતા. પોલીસે પણ તેની પીઠ થાબડીને કહ્યું હતું, ‘બેટા, ગામમાં તું એકલી જ મર્દ લાગે છે.’ મારી એક જ માગણી છે કે આરોપીને જાહેરમાં ફાંસી થવી જોઈએ. જેથી બીજું કોઈ પણ આવું કરતાં પહેલાં વિચાર કરે.’

‘દીકરી શ્રાવણ મહિનો કરતી હતી. એટલે એણે મને કહ્યું હતું, ‘મમ્મા મારે ઠંડુ પીવું છે.’ મેં તો બીજા દિવસે લઈ આપવાની વાત કરી હતી. પછી મેં જ પૈસા આપ્યા અને તે દુકાને લેવા લઈ હતી. ખબર નહીં કંઈ ઘડીએ એ આવ્યો અને દીકરીને પાછળથી મારી ગયો. સામેથી આવ્યો હોય તો દેખાયો હોત.’

સમાચાર

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ‘તારક મહેતા’ની બબીતા ​​અય્યર કરોડોની માલકિન છે, વૈભવી જીવનશૈલી તમને આશ્ચર્યચકિત કરી દેશે
  • દેવોલિના ભટ્ટાચાર્જીએ મધ્ય રાત્રીએ દેવરજી સાથે કર્ય એવું કે જોઇને તમે પણ કહેશો દેવારે પણ નો મુક્યો…
  • નિક્કી તંબોલી ડ્રેસને વારંવાર ઉંચો કરીને શું કરવા માંગે છે તે ખબર નો પડી કઈ…
  • Video: આ છોકરીએ ‘કમલી’ ગીત પર ડાન્સ કર્યો, આ વિડિયો જોઇને લોકો થયા ઉતેજીત

Categories

  • જાણવા જેવુ
  • બોલિવૂડ
  • રસોઈ
  • લાઈફ સ્ટાઈલ
  • લેખ
  • સમાચાર
  • હેલ્થ
©2023 ગુજરાત ટ્રેન્ડ | WordPress Theme by SuperbThemes