સંખેડામાં ગુણાતીતસ્વામીનું આત્મહત્યાનું ઘેરાતું રહસ્ય, ખુરશી ઉપર ડોલ અને ઓશીકું મુકીને…

હરિધામ સોખડામાં, 69 વર્ષીય ગુણાતીત ચરણદાસ સાધુએ બુધવારે સાંજે 7 થી 7:20 ની વચ્ચે ગળે ફાંસો ખાઈ ને આત્મહત્યા કરી હતી. જોકે ત્યાંના સંતો એ જણાવ્યું હતું કે ગુણાતીતસ્વામીનું મૃત્યુ કુદરતી હતું. PSI લાંબરિયાએ જણાવ્યું હતું કે સાધુના રૂમમાં Z આકારનો હૂક હતો, જેમાં સાધુ તેના કેસરી ભગવા વસ્ત્ર નો ગાળિયો બનાવ્યો હતો . તેમણે ગળે ફાંસો ખાવા માટે ખુરશી પર ડોલ અને ઓશીકું મૂકી આપઘાત કરી લીધો હતો. પોલીસે ઘટનાના સંબંધમાં પ્રભુપ્રિયાસ્વામી અને તેમના સંબંધીઓને મળતા પાંચ લોકોના નિવેદન નોંધ્યા છે.

ઘટના બાદ સોખડા મંદિરના સંતોએ જણાવ્યું હતું કે ગુણાતીત ચરણદાસ સાધુનું કુદરતી કારણોસર મૃત્યુ થયું હતું, પરંતુ પેનલના પીએમ બાદ ગળે ફાંસો ખાઈ લીધો છે તેવી વાત બહાર આવતા સંતો પોતાની વાત પરથી ફરી ગયા હતા અને સાધુના આપઘાતના સમાચાર પરિવારજનો ને ખબર ન પડે તે માટે પોલીસ ને જાણ કરવામાં આવી ન હતી તેવું સોખડા ના સંતોએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું

ગુણાતીત સાધુના આપઘાત બાદ તેમના મૃતદેહ ને તેમની સાથે રહેતા પ્રભુપ્રિય સ્વામી સહીત બીજા બે સંતો ની મદદ વડે નીચે ઉતાર્યો હતો.આ આત્મહત્યા ને કુદરતી મોત માં ફેરવવા માટે તાત્કાલિક ધોરણે સ્વામી ના મૃતદેહ ને સ્મશાન એ લઇ જવામાં આવ્યો હતો.તેની વચ્ચે પ્રબોધમ ગ્રુપ ના સાધુ એ સ્વામી ના મૃતદેહ ને પી એમ માટે લઇ જવા હોબાડો મચાવ્યો હતો. આથી કલેકટર ના આદેશ બાદ મૃતદેહ ને સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

પોલીસ ગળા પરના નિશાન જોઈને પીએમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા.રિપોર્ટમાં આત્મહત્યા હોવાનું બહાર આવ્યું છે. તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.જી. લાંબરિયાએ જણાવ્યું હતું કે ગુણાતીત ચરણદાસ સાધુ તેના રૂમમેટ પ્રભુપ્રિયાસ્વામી સાથે મંદિરના રૂમ 21માં રહેતા હતા. મંદિરના સીસીટીવી ફૂટેજ મુજબ ગુણાતિસ્વામી બુધવારે સાંજે 7 વાગે પોતાના રૂમમાં જતા જોવા મળે છે. જ્યારે પ્રભુપ્રિયાસ્વામી સાંજે 7:20 વાગ્યે તેમના રૂમમાં જતા જોવા મળે છે.

પ્રભુપ્રિયાસ્વામીએ નિવેદનમાં જણાવ્યું હતું કે સવા સાત વાગે સ્વામી દવા લેવા જતા હતા તે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો અને રૂમ ખોલતા જ ગુણાતીત ચરણદાસ સ્વામી એ ગળે ફાંસો ખાઈ લીધેલ હાલત માં જોવા મળ્યા હતા.આથી પ્રભુપ્રિયાસ્વામીએ અન્ય એક સંતની મદદથી ગુણીસ્વામીના મૃતદેહને નીચે ઉતાર્યો અને મંદિરના ડૉક્ટર અશોક મહેતાને બોલાવ્યા, જેમણે તેમની તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા.

ગુણાતીતસ્વામીના પિતરાઇ ભાઇ અને હાલ સોખડામાં સંત એવા હરિપ્રકાશ સ્વામીએ સગાંવહાલાંને જાણ કરી બોલાવ્યાં હતાં. સંતોનું કહેવું છે કે મૃતક સાધુનાં પરિવારજનોએ જ સંતો અને ટ્રસ્ટીઓને વિનંતી કરી હતી કે ગુણાતીત ચરણદાસ સાધુ છેલ્લાં 40 વર્ષથી સાધુ તરીકે જીવ્યા, હવે તેમણે આપઘાત કર્યો હોવાની વાત બહાર ન આવે એવી અરજ છે.

સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રભુપ્રિયાસ્વામી સહિતના સંતોએ પોલીસને જણાવ્યું કે તેઓએ આ બાબતની પોલીસ કે અન્ય કોઈને જાણ કરી નથી. પોલીસે ચાર વ્યક્તિઓના નિવેદન નોંધ્યા હતા અને મંદિરના સીસીટીવી ફૂટેજ, મૃતક સંતનો મોબાઈલ અને મૃતક એ ગળે ફાંસો ખાધો હતો તે ગાળીયા ને તેમણે કબજે કર્યું હતું. પોલીસ હવે પીએમ ની રાહ જોઈ રહી છે.

હરિ ભક્તોના જણાવ્યા મુજબ, સ્વામી બે દિવસ પહેલા સોખડાથી નીકળ્યા હતા અને પ્રબોધસ્વામીની સાથે બાકરોલ મંદિરે આવવાનું વચન આપ્યું હતું. તે હરિધામ છોડવા માંગતાં ન હતા.પરંતુ કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું. પોલીસ તપાસમાં સાધુ હરિપ્રસાદ સ્વામીના મૃત્યુ બાદ તેમનું મન લાગતું ન હોવાથી તેઓ બે-ત્રણ વખત તેમના ઘરે ગયા હતા.

મૃતક ગુણાતીતસ્વામીના ભત્રીજા કિશોરભાઈ ત્રાંગડિયાએ જણાવ્યું હતું કે, “હું અમદાવાદમાં રહું છું. મને સવારે 9:30 વાગ્યે મારી માતાનો ફોન આવ્યો અને ખબર પડી કે મારા પિતા વંથલીમાં રહે છે. તેમને સવારે 8:30 વાગ્યે હરિધામ મંદિરેથી ફોન આવ્યો હતો.અમને મૃત્યુ વિશે કોઈ શંકા નથી. અમે પોસ્ટમોર્ટમ માટે પણ કહ્યું નથી.

ડીએસપી રોહન આનંદે જણાવ્યું હતું કે મંદિરના સંતો અને મૃતક સંતોના પરિવારજનોના નિવેદનમાં કોઈ વિરોધાભાસ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.રંજનકૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે, પીએમ બાદ શરૂઆતના તબક્કામા હેંગિંગ કેસ હોય તેવું લાગે છે. વિસેરા રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા શક્ય બનશે.

ગુણાતીતસ્વામીએ આ રૂમમાં આત્મહત્યા કરી હતી. પીએસઆઈ વી.જી.લાંબરિયાએ જણાવ્યું હતું કે, હરિધામ સોખડા માં એક સ્વામીનું મૃત્યુ થયું હોવાની પોલીસને ત્રાહિત વ્યક્તિ અને વિરોધ દ્વારા માહિતી મળી હતી. મૃત્યુ શંકાસ્પદ સીજે તેવું આપણે નકારી શકીએ નહિ.તેઓએ ત્યાં જઈને મૃતકના સંબંધીઓની પૂછપરછ કરી, પરંતુ તેઓએ કોઈ શંકા વ્યક્ત કરી ન હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને પેનલ પીએમ કરાવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *