મહિલા સરપંચે મોડેલને ઘક્કા માર્યા, પતિ-પુત્ર બન્ને એશ્રા પટેલ પર તો તૂટી પડ્યા, સરપંચના પતિએ તો ઓઢણી ખેંચવા… Gujarat Trend Team, April 26, 2022 છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામની ગ્રામસભામાં મોડેલ એશ્રા પટેલ પર હુમલો થતાં મહિલા સરપંચ, તેમના પતિ અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મોડેલ એશ્રા પટેલે ફરિયાદમાં એવું જણાવ્યું છે કે મહિલા સરપંચ જ્યોતિબેનના પતિ મનુભાઇ સોલંકી નિર્વસ્ત્ર કરવાના ઇરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ગ્રામપંયાયતની ચૂંટણીમાં એશ્રા પટેલે સરપંચપદે ચૂંટણી લડેલી હતી. એમાં એશ્રા પટેલ ચૂંટણીમાં તેની હાર થઇ ગઈ હતી. એ સમયે એશ્રા પટેલના હરીફ ઉમેદવારના પતિ-પુત્રને જાનથી મારવા ધમકી આપવા બદલ એશ્રા પટેલ સહિત ૧૨ લોકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. મોડેલ એશ્રા પટેલે ફરિયાદમાં એવું જણાવ્યું છે કે ૨૪ એપ્રિલના રોજ ગ્રામપંચાયત ઘરમાં સાંજે ૫ વાગ્યે ગ્રામસભા રાખી હોવાથી હું ત્યાં ગઇ હતી. એ વખતે ગામનાં સરપંચ જ્યોતિબેન સોલંકી, તેમના પતિ મનોજભાઇ ઉર્ફે મનુભાઇ, તેમનો પુત્ર અજય સહિતના સભ્યો અને ગ્રામજનો ત્યાં હાજર હતા. એ સમયે ગામમાં ૬ પાણીનાં ટેન્કરો હોવા છતાં એ ન આપવા બાબતે મેં સરપંચ અને તલાટીને પ્રશ્ન પણ પૂછ્યો હતો. જેથી સરપંચના પતિ મનુભાઇએ એવું કહ્યું હતું કે ટેન્કરો બીજા ગામમાં આપેલા છે અને બીજાં બધા બગડેલાં છે. ત્યાર બાદ કાવિઠા ગ્રામપંતાયતના ઝાભ, ચંદાનગર અને કાવિઠા ગામમાં જરૂરિયાતમંદ ગરીબ લોકોને આવાસ મળે એવી મેં તેમને રજૂઆત કરી હતી. મેં એવું પણ કહ્યું હતું કે તમારા માણસોને જમીન અને ઘર હોવા છતાં પણ મકાનો બનાવી આપ્યાં છે અને ગામમાં જેને મકાન કે જમીન નથી તેમને કેમ આવાસ યોજનાના મકાન નથી મળી રહ્યા. એના જવાબમાં તેમણે એવું કહ્યું હતું કે ઉપરથી મંજૂર થઇને આવેલા છે. મહાનુભાવોના જન્મદિવસની ઉજવણી બાબતે સરપંચના પતિ મનુભાઇ સોલંકી એવું કહ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકર ઊજળિયાતોને નથી પસંદ, જેના જવાબમાં એશ્રા પટેલે એવું કહ્યું હતું કે તમે ઊજળિયાતોનું કેમ ખોટું બોલી રહ્યા છો અને ગાંધીજયંતી આવી રહી છે, તો તમે કેમ તેનો વિરોધ કરો છો, એમ કહેતાં મનુભાઇએ એવું કહ્યું હતું કે તું માપમાં રેજે, નહીં તો તને હું જોઇ લઇશ. એશ્રા પટેલે એવું કહ્યું હતું કે ગાંધીજીએ આપણા દેશને આઝાદ કરાવ્યો છે. તેમનો વિરોધ કેમ? એમ કહેતાં મનુભાઇ સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને મનુભાઇ, તેમનાં પત્ની જ્યોતિબેન ઊભાં થઇને એશ્રા પટેલને મારવા માટે આવી ગયાં હતાં. એશ્રા બચવા માટે ઊભી થતાં જ જ્યોતિબેને તેને હાથથી ધક્કા પણ માર્યા હતા. મનુભાઇએ મને નિર્વસ્ત્ર કરવાના ઇરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યા હતા અને એ વખતે તેમનો પુત્ર અજય પણ ત્યાં ગયેલો હતો અને કહેવા લાગ્યો હતો કે બધા ભેગા થઇ અને તેને મારો. ત્રણેયે ભેગા થઇ અને મને ધક્કો મારીને જ્યોતિબેન મને ડાબા હાથ પર નખ મારવા લાગ્યા હતા. એ દરમિયાન કૈલાસબેન નાયક અને બીજા લોકો મને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા અને મને છોડાવી દીધી હતી. હું ઇજાગ્રસ્ત હોવાથી મને સારવાર માટે સંખેડાના સરકારી દવાખાનામાં સારવાર કરાવવા ખસેડી હતી. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામની ગ્રામપંચાયતની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલ હારી ગયેલી હતી. આ દરમિયાન જ એશ્રાએ હરીફ ઉમેદવાર જ્યોતિબેનના પતિ મનુભાઇએ એટ્રોસિટી એક્ટની પોલીસ ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધી હતી. જેમાં મોડેલ એશ્રા પટેલનાં માતા-પિતા સહિત ૧૨ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. એક મતદારના આધારકાર્ડ પર હરીફ ઉમેદવારના પતિને શંકા જતાં ચૂંટણી અધિકારીને રજૂઆત કરી અને તેને મત આપવા દીધો નહોતો. ત્યાર બાદ મતદાન મથકની બહાર એશ્રા પટેલ સહિત ૧૨ લોકોએ હરીફ ઉમેદવારના પતિ અને પુત્રને જાહેરમાં જાતિવિષયક અપમાન કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એશ્રા પટેલે એવું કહ્યું કે, મનુભાઇએ મને નિર્વસ્ત્ર કરવાના ઇરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યા હતા અને તે વખતે તેમનો પુત્ર અજય પણ ત્યાં આવેલો હતો અને કહેવા લાગ્યો હતો કે, બધા ભેગા થઇને અને આને મારો. ત્રણેયે ભેગા થઇને મને ધક્કો પણ માર્યો હતો. જ્યોતિબેન મને ડાબા હાથ પર નખ પણ મારવા લાગ્યા હતા. તે દરમિયાન કૈલાશબેન નાયક અને બીજા લોકો મને બચાવવા માટે વચ્ચે પડી ગયા હતા અને મને છોડાવી પણ હતી. હું ઇજાગ્રસ્ત હોવાથી મને સારવાર માટે સંખેડાના સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડી હતી. મનોજભાઈ ઉર્ફ મનુભાઈ સોલંકી, કાવિઠા ગામ પંચાયતના મહિલા સરપંચના પતિએ કહ્યું કે તારીખ ૨૪મીના રોજ ગ્રામસભામાં ગ્રામપંચાયતની જન્મ તારીખ નક્કી કરવાની હતી. જે ૧૪ એપ્રિલના રોજ રાખવા સૂચવેલ છે. અમે ડૉ.બાબાસાહેબ આંબેડકરનું નામ રાખવાનું સૂચવેલ હતું. એ અમારી સામે ચૂંટણીમાં હારી ગયેલા હતા. એમણે અમારો વિરોધ પણ કર્યો બાબાસાહેબની જન્મતારીખ નથી રાખવાની. અમારું જાતિ વિષયક અપમાન પણ કર્યું હતું. તારીખ ૨૫ એપ્રિલના રોજ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયો ત્યારે મારી ફરિયાદ લીધી નથી. અને મને મૂકી દેવાની વાત પણ કરે છે. હું એની નજીક પણ નથી ગયો. સમાચાર