સરદાર સરોવર ડેમની સપાટીમાં એકાએક થયો વધારો, ઉકાઈ ડેમમાંથી પાણી વધવાને કારણે તાપીમાં 1.75 લાખ ક્યુસેક પાણી છોડાયું…
રાજ્યમાં હાલ વરસાદ નો ત્રીજો રાઉન્ડ ધોધમાર રીતે ચાલી રહ્યો છે જ્યારે બીજી બાજુ હવામાન વિભાગ આગામી ત્રણ દિવસને લઈને ભારે વરસાદની આગાહી પણ જાહેર કરી છે સાથે સાથે મધ્ય પ્રદેશમાં ખૂબ જ સારો એવો વરસાદ પડવાને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
સરદાર સરોવર ડેમની સપાટી અત્યારે દર કલાકે પાંચ સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ તો નર્મદા ડેમની જળ સપાટી અત્યારે 132.74 મીટર પર પહોંચી છે અને આ પાણીની સપાટી હજુ પણ સતત વધી રહી છે મધ્યપ્રદેશમાં ખૂબ જ સારો એવો વરસાદ પડવાને કારણે ડેમ સંપૂર્ણ ભરાઈ શકે છે ડેમની મહત્તમ જળ સપાટી 138.67 મીટર થી 5.94 મીટર જ દૂર છે.
આ બાજુ દક્ષિણ ગુજરાતને જીવાદોરી સમાન ઉકાઈ ડેમ માંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાંથી 1.75 લાખ ક્યુસે પાણી છોડતા તાપી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે આ ઉપરાંત બારડોલી ના હીરાપુરાનો લો લેવલ કોઝવે ચાલુ સિઝનમાં છઠ્ઠી વખત પાણી ગરમ થઈ ગયા છે. અને તેના કારણે બહાર જેટલા ગામો અત્યારે બારડોલીમાં મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણા થઈ રહ્યા છે.
નર્મદા જિલ્લાના વરસાદનો અત્યારે ત્રીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે જેમાં મોળી રાત્રી થી જિલ્લામાં પાંચે તાલુકાઓમાં ત્રણ વાગ્યાના લઈને છ વાગ્યા સુધી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લામાં આવેલા કંડલા ડેમ લેવલ અત્યારે 396.04 ફૂટ પર છે.