સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં અધધ વધારો, ડેમની રૂલ સપાટી કરતા બસ બે જ મીટર દૂર, તબાહી મચવાના મોટા એંધાણો, વહીવટી તંત્ર થઈ ગયું સતર્ક…

મધ્યપ્રદેશમાં મા ભારે વરસાદને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણી છોડાતાં સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 7,65,034 ક્યુસેક થઈ જતા સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 3.05 મીટર ખોલી 5.50 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 44,638 ક્યુસેક પાણી નદીમાં છોડાતા નર્મદા નદીમાં કુલ જાવક 5,94,638 ક્યુસેક થઈ જતા નર્મદા નદીમાં પુર આવ્યું છે.

બીજી તરફ સતત પાણીની આવકના કારણે મુખ્યકેનાલમાં 18,046 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા દ્વારા નર્મદા ડેમની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી અગમચેતીના પગલાનાં ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર સાબદુ કરાયું છે. તેમજ તિલકવાડા, ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકા મામલતદારો સહિત સંબંધકર્તા તમામ વિભાગના અધિકારીઓને પુરતી તકેદારી અને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સુચનાઓ પણ જિલ્લા વહિવટીતંત્ર તરફથી આપવામાં આવી છે.

અને નિચાણવાળા કાંઠા વિસ્તારના સંભવત: અસરગ્રસ્ત ગામોના લોકોને નદીમા અવર-જવર ન કરવા તેમજ પશુઓની અવર-જવર ન થાય તે માટે સાવધ કરવામાં આવ્યાં છે. જિલ્લા પોલીસતંત્ર દ્વારા વાંસલા-ઇન્દ્રવર્ણા ડેમસાઈટ કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલીંગ કરવા અને નદીકાંઠે કોઈ વાહન-વ્યક્તિ ન જાય તે જોવા તેમજ દત્તમંદિર ઓવારા ઓવરફ્લો હોઈ.

રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતાં સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરીકેટ બંધ રાખવા વગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી પાણી છોડવાને કારણે રાત્રે 10 કલાકના

નર્મદા ડેમના 23 દરવાજા 3.00 મીટર સુધી ખોલી 5,00,000 ક્યુસેક તેમજ રીવરબેડ પાવર હાઉસમાંથી 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું આમ.નર્મદા નદીમાં કુલ 5,45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમ 91 ટકા પાણીનો સ્ટોરેજ છે.

Leave a Reply

Your email address will not be published.