સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં ડેમની રૂલ સપાટી કરતાં આટલા મીટર જ દૂર, આ સીઝનને પહેલી વાર ખુલશે ડેમના દરવાજા… -જાણો કેટલી સપાટી…

રાજ્યમાં અત્યારે બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો આ સાથે રાજ્યના દસ તાલુકાઓમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે અત્યારે રાજ્યમાં ચારે તરફ ઠંડક પ્રસરી છે.

આ સાથે ગુજરાતના અત્યારે તમામ ડેમ ધીમે ધીમે ઓવરફ્લો થઈને છલકાઈ રહ્યા છે ફક્ત ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ત્યાંના ડેમ ભરાયા નથી બાકી બીજી તરફ રાજ્યના તમામ ડેમ અત્યારે ધીમે ધીમે ઓવરફ્લો થઈ રહ્યા છે આ સાથે આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ખુલવાનો છે.

આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના પાંચ દરવાજા આજે 12:00 વાગે ખોલવામાં આવશે ઉપરવાસમાં ભારે વરસાદ અને કારણે નર્મદા ડેમની સપાટીમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે અને અત્યારે નર્મદા ડેમની જળ સપાટી 133.51 m પર પહોંચી ગઈ છે. ડેમની જો મહત્તમ સપાટીની વાત કરવામાં આવે તો 138.68 મીટરની છે.

આ સાથે અત્યારે પાણીની આવક ની સામે જાવક 49488 ક્યુસેક છે. અત્યારે સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટીને માત્ર 5.17 મીટર દૂર છે આ કારણે ડેમની લેવલ જાળવી રાખવા માટે 12 કલાકે નર્મદા ડેમ પર પાંચ રેડિયલ ગેટ 1 મીટર જેટલા ખોલી નાખવામાં આવશે. સરદાર સરોવર ડેમ 10,000 થી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાશે.

નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં વડોદરાના ત્રણ તાલુકા અને ભરૂચ કાંઠા વિસ્તારને અત્યારે સાવધાન કરાયા છે અને એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે આ સાથે મિત્રો જો રાજ્યના અલગ અલગ વિસ્તાર વાઇસ પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો સૌપ્રથમ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડવાના કારણે ડેમની સપાટીમાં પણ ઓછો વધારો થયો છે અને એટલા ડેમ ભરાયા નથી.

ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી 31.77% પાણીનો જથ્થો થયો છે બધું ગુજરાતના 17 ડેમમાં 50% પાણીનો જથ્થો દક્ષિણ ગુજરાતના 74.52 ટકા થયો છે કચ્છના 20 ડેમોમાં 70% પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 63.27 ટકા પાણીનું જળ સંગ્રહ થયો છે આ સાથે આખા સૌરાષ્ટ્રની જીવાદોરી સમાજમાં સરદાર સરોવર ડેમ 80.32% પાણીનો સંગ્રહ થયો છે.

Leave a Reply

Your email address will not be published.