સરદાર સરોવર ડેમની સપાટીમાં અચાનક જ થયો વધારો, ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં… બસ આટલા મીટર બાકી… તાત્કાલિક ધોરણે 23 દરવાજા ખોલવામાં આવ્યા…

ઉપરવાસમાં ભારે વરસાદ અને કારણે અત્યારે રાજ્યના એક પછી એક બધા જ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાને કારણે ગુજરાતના ડેમમાં અત્યારે પાણી આવી રહ્યું છે અને જળાશયોની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે નર્મદા ડેમની સપાટીમાં પણ અચાનક જ વધારો જોવા મળ્યો છે.

નર્મદા ડેમની સપાટી ની વાત કરીએ તો 135 મીટર અને પાર પહોંચી ગઈ છે જે ડેમની રુલ સપાટીને બસ 3 મીટર જ દૂર છે ડેમની રૂલ સપાટી 138.68 મીટરની છે ત્યારે આજે નર્મદા ડેમના એક સાથે 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા જે અત્યારે વધીને ટોટલ 23 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

સરદાર સરોવર ડેમમાં અત્યારે પાણીની આવક 2.20 લાખ ક્યુસેકની છે જ્યારે ફક્ત ૩૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, મિત્રો તમે જણાવી દેવી હોય તો 15 મી ઓગસ્ટ પણ આવી રહી છે અને તેના કારણે નર્મદા ડેમમાં તિરંગાના રંગ માં રંગાવામાં આવ્યો છે સરદાર સરોવર ડેમમાં તિરંગા ના કલર માં 1000 એલઇડી લાઇટોથી શણગારવામાં આવ્યો છે.

બીજી તરફ વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગે આગામી ચાર દિવસ સામાન્ય વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરી છે જ્યારે બીજી બાજુ અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટ થી લઈને 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી 48 કલાક સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી દમણ દાદરા નગર હવેલી સુરત તાપી ડાંગ વલસાડ જેવા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *