છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જાણીને તમે પણ ચોકી જશો, સરદાર સરોવર ડેમની સપાટીમાં નોધપત્ર વધારો થયો

રાજ્યના લોકો માટે ખૂબ જ આનંદના સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે સમગ્ર રાજ્યમાં અત્યારે ખૂબ જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન એવો સરદાર સરોવર ડેમની સપાટીમાં અત્યારે નોંધપાત્ર વધારો થયો છે ઉપરવાસમાંથી આવેલા પાણી ની આવક કારણે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે હાલ અત્યારે વરસાદની સિઝન જામી છે ત્યારે ડેમની સપાટીમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે.

હાલ ડેમમાં ઉપરવાસમાંથી 8558 ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે ડેમમાંથી 8409 પાણી છોડવામાં આવ્યું છે આ ઉપરાંત સીએચપીએચ ના બે પાવર હાઉસ પણ અત્યારે ચાલુ કરવામાં આવ્યા છે. જો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા કાઢી હતો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ રાજકોટમાં પડ્યો છે.

રાજકોટના જામકંડોરણા માં છેલ્લા 24 કલાકમાં 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બીજી બાજુ કપરાડામાં 8 inch થી વધુ વરસાદ ખાબકતા જનજીવન મુશ્કેલીમાં મુકાયું હતું તમને જણાવી દઈએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના ટોટલ છ તાલુકામાં પાંચ ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો છ તાલુકામાં પાંચથી છ ઇંચ જેવો વરસાદ પડ્યો છે.

જ્યારે રાજ્યમાં 25 તાલુકામાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાતા ખેડૂતો માયક અલગ જ ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ ની નોંધણી થઈ છે ગુજરાતના 90 તાલુકામાં ગઈકાલે એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો.

છેલ્લા ત્રણ થી ચાર દિવસથી મેઘરાજા ખૂબ જ હેત વરસાવી રહ્યો હોય તેમ સમગ્ર રાજ્યના 179 તાલુકામાં વરસાદની નોંધણી કરાવવી છે આ દરમિયાન સૌરાષ્ટ્રના 141 જણાશેઓમાં પાણીની આવક થાય છે જ્યારે ઓવરફ્લો ની વાત કરીએ તો ભાદર-2 અને ફોફળ-1 હાલ અત્યારે ઓવરફ્લો થવાની તૈયારી છે. બીજી બાજુ ભાદર-2 પ્રેમમાં અત્યારે પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. જો હાલ સરદાર સરોવર ડેમની સપાટીની વાત કરીએ તો અત્યારે 114.38 મીટર પર પહોંચી છે અને સપાટીમાં અત્યારે હાલ વધારો નોંધાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.