હવામાન વિભાગની આગાહીથી લઈને જાણો સરદાર સરોવર ડેમની સપાટી સહિત અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાથી કયા વિસ્તારમાં અસર પડશે -જાણો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં હજી ભારે વરસાદ નું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ વરસાદને લઈને આગાહી જાહેર કરી છે જેમાં 15 ઓગસ્ટ થી લઈને 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ત્યારે માછીમારો અને દરિયો નખેડવાની સૂચના પણ આપવામાં આવી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે બંદોરમાં એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે.

સાથે રાજ્યમાં અત્યારે ગીર સોમનાથના દરિયામાં ભારે પવન સાથે કરંટ પણ જોવા મળ્યો હતો જેના કારણે વેરાવળના બંદર પર ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ તાત્કાલિક ધોરણે લગાવી દેવામાં આવ્યું છે અને સાથે 14 ઓગસ્ટ સુધી માછીમારો અને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

મિત્રો જો અત્યારે સરદાર સરોવર ડેમની સપાટી ની વાત કરવામાં આવે તો અત્યારે ડેમની રૂલ સપાટી કરતાં 5.17 મીટર જ દૂર રહી છે હવે અને તેના કારણે નર્મદા ડેમના પાંચ દરવાજા આ સિઝનમાં પહેલીવાર ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

અત્યારે સરદાર સરોવર ડેમની જળ સપાટીની વાત કરીએ તો 133.52 મીટર પર પહોંચી ગઈ છે આ સાથે ડેમની રૂલ સપાટી 138.68 મીટરની છે જે ફક્ત 5.17 મીટર દૂર છે. અને તેના કારણે નર્મદા ડેમમાં દરવાજા જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા લોકો ડેમના દરરોજ આગળ સેલ્ફી પણ લઈ રહ્યા છે.

સરદાર સરોવર ડેમના રુલ લેવલ જાળવી રાખવા માટે બપોરે 12 કલાકે નર્મદા બંધના પાંચ રેડિયલ ગેટ એક મીટર જેટલા ખોલી નાખવામાં આવ્યા હતા જેમાં તબક્કા વાર 10,000 ક્યુસેકથી લઈને 1.5 લાખ પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નર્મદા નદી કાંઠા વિસ્તારના આસપાસના ગામોને અત્યારે ચેતી દેવામાં આવ્યા છે. એલટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આની સીધી જ અસર તિથલ દરિયામાં જોવા મળી હતી અને જેના કારણે બીજ ઉપર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને 30 થી 40 કિમી ઝડપે પવન પણ ફૂંકાય રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *