સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છતાં પણ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, નીચે વાળા વિસ્તારોમાં રહેતા લોકોને કરી દેવાયા એલર્ટ… જાવકની સામે આવક ત્રણ ગણી?

રાજ્ય અને ઉપવાસમાં ભારે વરસાદ અને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ડેમના દરવાજા અત્યારે ખોલી નાખવામાં આવ્યા છે, ગઈકાલે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થતા એક સાથે 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને અત્યારે ટોટલ 23 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

ગઈકાલે બપોરે 2:00 વાગ્યા આસપાસ ડેમના 23 દરવાજા ખોલીને તેમાંથી ૮૦ હજાર ક્યુસેક પાણી અને રીવર બેન્ડ પાવર હાઉસથી 44,000 મળીને કુલ 1.24 લાખ ક્યુસેક પાણી અત્યાર સુધીમાં નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડવાને કારણે નર્મદા નદીનું લેવલ પણ ઊંચું આવી ગયું છે.

જેના કારણે અત્યારે નદી કિનારે રહેતા લોકો સહિત વેચાણ વાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નર્મદા ડેમના દરવાજા અત્યારે ખુલ્લા હોવા થી એક અદભુત દ્રશ્યો સર્જાયા છે જેના કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે, અદભુત નજારા નો તસવીરો લેતા પ્રવાસીઓ સેલ્ફી પણ લઈ રહ્યા છે અને નયનમય દ્રશ્ય અને આનંદ પણ માણી રહ્યા છે.

સરદાર સરોવર ડેમમાં ગઈકાલે બપોરે 23 ગેટ ખોલીને ૮૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જ્યારે ચાર વાગ્યે આસપાસ 23 ગેટ ખોલીને એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, સાંજના છ કલાકે 1.50 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશમાં અને સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડવાને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

નર્મદા ડેમની જળ સપાટી અત્યારે વધીને 135 મીટર પર પહોંચી છે મિત્રો તમને જણાવી દઈએ તો સરદાર સરોવર ડેમની મહત્તમ એટલે કે રૂલ સપાટી 138.68 મીટર નીચે જેણે હવે બસ છલકાઓમાં ત્રણ મીટર જ દૂર છે, સરદાર સરોવર ડેમમાં અત્યારે 2.20 લાખ પાણીની આવક છે જેની સામે 23 દરવાજામાંથી ૮૦ હજાર ક્યુસેક પાણીની જાવક છે જેના કારણે નર્મદા નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકો સહિત વડોદરા ભરૂચ ના કાંઠા વિસ્તારના લોકોને અત્યારે એલર્ટ કરીને સૂચના આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *