રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં અચાનક જ થયો મોટો વધારો, રૂલ લેવલની સપાટી કરતાં પણ હવે ડેમ… નીચા વાળા વિસ્તારોને સાવધાન કરાયા…
રાજ્યમાં અત્યારે ચારે તરફ વરસાદી વાતાવરણ છવાઈ રહ્યું છે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં પણ અત્યારે સતત વધારો થઈ રહ્યો છે સરદાર સરોવર ડેમમાં અત્યારે બે લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે બીજી બાજુ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાં થી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત અત્યારે વધારે થઈ રહ્યો છે મિત્રો તમને જણાવી દો તો સરદાર સરોવર ડેમની સપાટી અત્યારે 135 મીટર પર પહોંચી ગઈ છે.
અને તેને ધ્યાનમાં રાખીને અત્યારે સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ આજે રાત્રે 10:00 કલાકે 13 દરવાજા ખોલીને ચાર લાખ દિવસે પાણી છોડવામાં આવશે તેવું જણાવ્યું છે જેને લઈને નર્મદા નદી કિનારા આસપાસના ગામો સહિત નીચાણ વાળા વિસ્તારોમાં પણ સૂચના જાહેર કરી દીધી છે, નર્મદા કિનારા ગામોની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવી શક્યતા છે.
દોસ્તો તમને જણાવી દેવી હોય તો મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી અત્યારે સતત પાણીનો વધારો થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવે છે અને જેને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે સપાટી 135.29 મીટર પર પહોંચી છે પાણીની આવક થતા નર્મદા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે જેમાંથી ચાર લાખ કયુસેક પાણી અત્યારે છોડવામાં આવશે.
15 મી ઓગસ્ટ ની રાત્રે 10:00 વાગ્યે સરદાર સરોવર ડેમના 23 દરવાજા 1.90 મીટર જેટલા ખોલીને ચાર લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે, આ ઉપરાંત રિવર બેન્ડ પાવરહાઉસમાં છ ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. જેના કારણે નર્મદા નદીમાં કુલ 4,50,000 ક્યુસેક પાણી ઉમેરતા જળ પ્રવાહ ખૂબ જ સારા એવા પ્રમાણમાં વધી શકે છે જેના કારણે…
વડોદરા જિલ્લાના નર્મદા કાંઠા ગામોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે આ સાથે જાનહાની અટકાવવા માટે અત્યંતિક સાવચેતી રાખવા પણ જણાવી દેવામાં આવ્યું છે રાજ્ય અને મધ્યપ્રદેશમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદ થવાને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
દોસ્તો તમને જણાવી દે તો નર્મદા ડેમ ની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે અને ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે ડેમની જળ સપાટી લેવલ અત્યારે 135.29 મીટર પર પહોંચી ગઈ છે ત્યારે ફક્ત ત્રણ મીટર જ દૂર છે. અને તેના કારણે નર્મદા માં પાણી અત્યારે છોડવામાં આવ્યું છે જેના કારણે આસપાસના ઘણા ગામોમાં જાહેર કરી દેવામાં આવ્યા છે.