રાજ્યના એક પછી એક ડેમ ધડાધડ ઓવરફલો થવા લાગ્યા, 120 ડેમ હાઈ એલર્ટ અને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા, જાણો અલગ અલગ જિલ્લા વાઇસ કેટલો પાણીનો સંગ્રહ થયો…

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં ભારતીય અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે તેના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના 207 જળાશયોમાંથી 55 ડેમ થયા છે જેમાં જળ સંગ્રહ સો ટકાથી વધારે થયો છે સમગ્ર ગુજરાતમાં 207 ડેમોમાં અત્યારે 80% પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યના 120 જળાશયોમાં અત્યારે તંત્ર જાહેર કર્યું છે જેમાંથી 87 ડેમ એવા છે જ્યાં 90% કે તેથી વધારે પાણીનો સંગ્રહ થયો છે જેથી હાઇ રેટ પર મુકવામાં આવ્યા છે જ્યારે 16 ડેમો માં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે જેને એરેટ ઉપર મૂકવામાં આવ્યા છે બીજી બાજુ 17 ડેમ એવા છે જ્યાં ૭૦ થી ૮૦ ટકા થયો છે અને હાલ વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યું છે બીજી બાજુ 86 ડેમ એવા છે જ્યાં ૭૦ ટકા કે તેથી ઓછું પાણી નો સંગ્રહ થયો છે.

55 ડેમ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે જેમાં પૈકી સૌરાષ્ટ્રના 28 ડેમો સામેલ છે કચ્છ વિસ્તારના 14 ડેમ દક્ષિણ ગુજરાતના આઠ અને મધ્ય ગુજરાતના ત્રણ અને ઉત્તર ગુજરાતના બે ડેમ નો સમાવેશ થાય છે. અલગ અલગ વિસ્તાર વાઇસ જળ સંગ્રહ ની વાત કરીએ તો સૌપ્રથમ ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં અત્યાર સુધીમાં 73% જેટલો પાણીનો સંગ્રહ થયો છે.

જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 76 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 76 ટકા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે જ્યારે કચ્છમાં 20 ડેમોમાં 75% અને સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં 71% પાણીનો જળ સંગ્રહ થયો છે જ્યારે સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પણ અત્યારે 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

Leave a Reply

Your email address will not be published.