સરદાર સરોવર ડેમની જળ સપાટી પહોંચી એટલાએ કે નર્મદા નદીમાં પાણી છોડવું પડ્યું, નદી બે કાંઠે વહેતી થઈ…
નર્મદા જિલ્લામાં ગુરુદેવેશ્વર તાલુકામાં એકતા નગર ખાતે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં હાલ અત્યારે વધારો થઈ રહ્યો છે સરદાર સરોવર ડેમની દર કલાકે અત્યારે ૧૦ થી ૧૨ સેમી પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે ડેમમાં પાણીના જથ્થાની આવકની વાત કરવામાં આવે તો 1.30 લાખ ક્યુશેક પાણીના જથ્થાની આવક થઈ છે.
આ લેવલ જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 6101.32 મિલિયન ક્યુબિક મીટર નોંધાયો છે. સરદાર સરોવર ડેમના ઇન્ચાર્જ કાર્યપાલક ઈમેજર તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે કેમ છે લા એક સપ્તાહથી દરરોજ રીવર બેડ પાવર હાઉસ માં વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમની સપાટી 25 જુલાઈ 2022 સોમવારના રોજ 2:00 વાગ્યા સુધીમાં 126.66 મીટર નોંધાયેલી હતી.
હાલમાં સરદાર સરોવર ડેમ ખાતે ભૂગર્ભજળ વિદ્યુત મથક પાવર હાઉસમાં છેલ્લા એક સપ્તાહથી વીજળીનું ઉત્પાદન શરૂ કરાયું છે જ્યારે વીજળીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું ત્યારે સરદાર સરોવર ડેમની સપાટી 119 મીટર પર હતી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા દસ દિવસથી રિવર બેડ હાઉસના 200 મેગા વોટ ની ક્ષમતા વાળા છ યુનિટ દરરોજ એટલે કે સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાય રહ્યા છે.
જો હાલમાં દરરોજ સરેરાશ વીજ ઉત્પાદનની વાત કરીએ તો સરેરાશ રૂપિયા 4 કરોડની કિંમત 20 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે આ ઉત્પાદન બાદ દરરોજ 25 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે નર્મદા નદી પણ હાલ અત્યારે બે કાંઠે વહી રહી છે.