સરદાર સરોવર ડેમની સપાટી ફક્ત કલાકોમાં જ આટલી વધી ગઈ… જાણો હાલની સ્થિતિ શું છે તે…

ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ ડેમ અત્યારે છલકાઈ રહ્યા છે જેમાં ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર ડેમની સપાટી છેલ્લા કેટલાક કલાકોમાં બે મીટર વધી ગઈ છે જો હાલમાં નર્મદા ડેમની સપાટીની વાત કરીએ તો 119.79 મીટર પહોંચી છે ઉપરવાસમાં 46,957 હજાર ક્યુસેક પાણીની આવક થતા જળ સપાટીમાં વધારો જોવા મળ્યો હતો.

જ્યારે 4,997 પાણીની હાલ જાવક છે, નર્મદા ડેમના ઉપરવાસ વિસ્તારમાં વરસાદ પડવાથી સતત ને સતત જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં વરસાદનું ધીમે ધીમે ચોર કરશે તેવું હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે.

ગઈકાલે મહેસાણામાં સૌથી વધારે વરસાદ જોટાણામાં જોવા મળ્યો હતો જ્યાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે જુનાગઢના ભેસાણ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ તાપીના વ્યારામાં એક ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત રાજ્યના ચાર તાલુકાઓમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જો સમગ્ર રાજ્યની આખા સિઝનની વરસાદની વાત કરીએ તો આ વર્ષે સીઝન 56.81 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલભાઈ પટેલ વરસાદના બીજા રાઉન્ડ ની આગાહી પણ હાલ અત્યારે જાહેર કરી દીધી છે જેમાં 22 તારીખથી આ બીજો રાઉન્ડ ચાલુ થઈ જશે અને 30 તારીખ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે તેવી આગાહી પણ જાહેર કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *