રાજયો પર વધુ એક મોટો ખતરો, સરદાર સરોવર ડેમની જળ સપાટી માં વધારો રૂલ લેવલ સપાટીને પણ… અનેક ગામો માં જાહેર કરાયા એલર્ટ… પુર આવી શકે છે?

મિત્રો અત્યારે રાજ્યમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત અત્યારે વધારો થઈ રહ્યો છે સરદાર સરોવર ડેમની જળ સપાટી અત્યારે 134.54 મીટર પર પહોંચી છે હાલ ડેમમાં 3.90 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાય છે જ્યારે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા બેમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.

આજે મધ્યરાત્રીએ ડેમનાથ 23 દરવાજામાંથી પાંચ લાખ ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે વહીવટી કચેરીએ વધુ એક ચેતવણી જારી કરી હતી જ્યાં નદી કિનારા રહેતા લોકો સહિત નર્મદા કિનારા ગામ અને નીચા વાળા વિસ્તારમાં એલટ પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી રાજ્યની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેના કારણે પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટીમાં અત્યારે મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે જળ સપાટી માં વધારો થતા આસપાસના નાના મોટા ગામોમાં ચિંતા નો વિષય બન્યો છે તમને જણાવી દઈએ તો નર્મદા ડેમની રૂલ સપાટી કરતાં બસ હવે ચાર મીટર જ દૂર છે.

ડેમની અત્યારે આવક 3.90 લાખ ક્યુસેક છે જ્યારે જાવક 5 લાખ ક્યુસેક છે જેના કારણે સરદાર સરોવર બંધ પર નિયંત્રિત કચેરીએ ચેતવણી જાહેર કરી છે જેમાં નીચા વાળો વિસ્તારો ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે વડોદરા જિલ્લા નર્મદા કાંઠા વિસ્તારમાં એડ કરતા દુર્ઘટના કે જનહની અટકાવવા લોકોને સાવચક પણ કરી દેવામાં આવ્યા છે.

બીજી બાજુ મિત્રો વડોદરાના ત્રણ તાલુકાના ગામ ને આની અસર થશે જ્યારે ડભોઇ તાલુકાના સાત ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે આ સાથે પાણીની વધારે આવક થતા મહાલરાવ ઘાટના 18 પગથિયાં બાકી રહ્યા છે જેના કારણે ચાંદોદ કરનાળી નંદેરીયા સહિતના અનેક ગામોમાં પાણી આવી શકે તેવી શક્યતા છે.

જેના કારણે પોલીસ દ્વારા નાવીકો સાથે એક બેઠક યોજાઇ હતી પૂર સમયે લોકોને નદી ન ખેડવાની અપીલ પણ કરાઈ હતી, મહાલરાવ ઘાટ પર અત્યારે ચુસ્તપણે બંદોબસ્ત કરવામાં આવ્યો છે, હજી આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહીને કારણે અત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે જેને કારણે નિયમિત સમયે બધા નિર્ણયો લઈ શકાય અને કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની અટકાવી શકાય તેને જરૂરી પગલા લઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.