સમાચાર

સરકાર ચૂકવશે: 3 લાખ ખેડૂતોને ચૂકવાશે 449 કરોડની સહાય

કિસાન સન્માન નિધિ નામ તો સાંભળ્યું જ હશે જેના અંતર્ગત ત્રણ લાખ જેટલા ખેડૂતોને કુલ રૂપિયા 449 કરોડની સહાય ચૂકવાઇ છે જેમાં ગુજરાતના કુલ ત્રણ તાલુકાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજ અંતર્ગત આ 79.97 હજાર કરોડ ચૂકવાયા છે કિસાન પોર્ટ કિસાન પોર્ટલ મારફતે અરજી મળતાં જ ખેડૂતોના ખાતામાં સીધી આ સહાય ચૂકવી દેવામાં આવી છે.

મહત્વનું છે કે કેન્દ્ર સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ઉભું કરી ઓનલાઈન અરજી મેળવી હતી વાત કરીએ મહેસાણા જિલ્લાની કુલ 300458 ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવમા તબક્કામાં 449.31 કરોડની સહાય પ્રાપ્ત કરી છે વર્ષ 2020માં કૃષિ રાહત પેકેજ અંતર્ગત મહેસાણા જિલ્લાના કડી બેચરાજી મહેસાણા તાલુકાના તમામ ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 10 હજારની સહાય જાહેર કરાઇ હતી.

આ સહાય વધુમાં વધુ ૨ હેકટર જમીન માટે ચૂકવવામાં આવી હતી આ યોજના હેઠળ કુલ 66959 અરજીઓ પૈકી 66142 ખેડૂતોને 79.97 કરોડની સહાય ચૂકવવાની કામગીરી પૂર્ણ થઇ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકારે ખેડૂતો માટે પોર્ટલ ઊભું કરી ઓનલાઇન અરજીઓ મેળવી છે જે બાદ ઓનલાઇન કાર્યવાહી કરી ખેડૂતોને ઓછા સમયમાં જ લાભ આપવાની યોજના કાર્યરત કરાઇ છે.

જેમાં ખેડૂતોને કચેરીની મુલાકાત લીધા વિના જ યોજનાઓનો સીધો લાભ તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે વર્ષ-2021-22માં ટ્રેકટર ઘટકમાં રૂ.310.20 લાખ, કૃષિ યાંત્રીકરણના ઘટકો માટે 112.20 લાખ, પમ્પ સેટ માટે રૂ.89.50 લાખ, તાડપત્રી માટે રૂ.21.07 લાખ અને કિસાન પરિવહન યોજના માટે રૂ.365.25 લાખની સહાય ચુકવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *