તું મારી પ્રેમિકા બની જા, તારો પતિ તને ખુશ નથી કરતો સસરાએ પોતાની જ પુત્રવધુ સાથે ચારવાર દુષ્કર્મ આચર્યું

જામનગર શહેરમાં ભદ્ર સમાજની એક ખુબ જ શર્મશાર ઘટના સામે આવી રહી છે, ખુદ બાપ સમાન આધેડે પોતાની જ પુત્રવધુ પર નજર બગાડી અને દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે જામનગર શહેરના જોગસ પાર્ક નજીક આવેલી કેતન સોસાયટીમાં રહેતાં એક પ્રૌઢ સસરાએ તેની પુત્રવધૂ ઉપર ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે પુત્રવધુની ફરિયાદના પગલે દુષ્કર્મ આચરનાર સસરાની ધરપકડ કરી અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરી લીધી છે.

જામનગર શહેરમાં રહેતી મહિલાના વર્ષ ૨૦૦૨ માં લગ્ન થઈ ગયા હતાં અને લગ્ન પછી એક પુત્રના જન્મ બાદ પતિ સાથે ઝઘડા થતાં હોવાથી તે રિસામણે ચાલી ગઇ હતી. માતાના મૃત્યુ બાદ વર્ષ ૨૦૧૭માં સસરા પક્ષ સાથે સમાધાન થયા પછી પરત સાસરે રહેવા આવી ગઇ હતી. સાસરે પતિ સાથે ખુબ ઝઘડા થતા હોવાથી પતિ તેણીના દિયર સાથે રહેવા જતો રહ્યો હતો અને ત્યાંથી પતિ ક્યાંક બીજે જતો રહ્યો હતો. આમ મહિલા તેના પુત્ર સાથે એકલી રહેતી હોવાથી સુરત રહેતા તેના સાસુ-સસરા તેણીની સાથે રહેવા આવી ગયા હતાં.

વર્ષ ૨૦૧૯માં કોરોનાકાળમાં તેના સાસુ પરત સુરત રહેવા જતાં રહ્યાં હતાં અને એકાદ વર્ષ પહેલા તેણીના સસરા કિરીટ કાનજી ખેતાણી રાત્રીના સમયે મહિલાના રૂમમાં આવી અને ટાંકામાં પાણી ન હોવાથી જોવા માટે કહ્યું હતુ અને તેણી નીચે જોવા ગઇ હતી. આ દરમિયાન સસરાએ તેને કહ્યુ હતું કે, ‘તું મને બહુ ગમે છે, તું મારી ગર્લફ્રેન્ડ બની જા ને તારો પતિ તો તને ખુશ નથી રાખી શકતો પણ હું તને તેની ખામી નહીં પડવા દઉ’ તેમ કહી અને તેની સાથે બળજબરી પણ કરી હતી. તેમજ ‘જો બૂમો પાડીશ તો હું તારા દીકરાને જાનથી મરાવી નાખીશ’ તેવી ધમકી આપી અને વર્ષમાં ચારેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.

સસરા દ્વારા દુષ્કર્મ આચરતા કંટાળેલી આ મહિલા શહેરમાં અન્ય સ્થળે રહેવા માટે ચાલી ગઈ હતી અને ત્યાર પછી તેણીએ આ અંગે પોલીસમાં જાણ કરતાં જ જામનગર સીટી બી ડિવિઝનના પીઆઈ કે.જે.ભોયે તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે તેણીના સસરા કિરીટ કાનજી ખેતિયા વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી લીધી છે. જ્યારે એક મજબૂર મહિલાને બાપ સમાન સસરાએ જ તેની આબરૂ લેતાં લોકોએ નફફટ સસરા પર ચારે તરફથી ફિટકાર વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.