સમાચાર

સાસુએ પોતાની દિકરીને જ કહ્યું કે જો તને જમાઇ સાથે મજા ન આવતી હોય તો હું તેમની સાથે…

અમુક કિસ્સાઓ એવા બને છે કે સાંભળીને કોઈ પણને ચક્કર આવી જાય. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સાસુ અને જમાઈ વચ્ચેના ઝઘડાનો શહેરના માંજલપુર કલ્યાણબાગ સોસાયટીમાં રહેતા જમાઈએ સાસુના માથામાં હથોડીનો ફટકો માર્યો મોતને ઘાટ ઉતારી દેતાં વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી. વયોવૃદ્ધ સસરા સામે તેના સાસુની હત્યા કરી અને જમાઈ પોલીસ મથકમાં પણ હાજર થઈ ગયો હતો. પોલીસે હત્યા કરનારની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી લીધી છે. માંજલપુર વિસ્તારમાં સનસનાટી મચાવનાર આ બનાવની હકીકત એવી હતી કે એ-૮, કલ્યાણબાગ સોસાયટીમાં ૭૬ વર્ષીય સવિતાબેન પટેલ અને તેમના પતિ અને પુત્ર સાથે રહે છે.

સવારે લગભગ ૧૧ થી ૧૧.૩૦ વાગ્યાની વચ્ચે વૃદ્ધ પટેલ દંપતીનો જમાઇ વિશાલ અમીન તેમના ઘરે આવી પહોંચ્યો હતો. અને વયોવૃદ્ધ સસરાની સામે જ તેના સાસુ સવિતાબેન પટેલનાના માથામાં હથોડી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જમાઈ પત્નીની હત્યા કરી રહ્યો હતો છતાં પણ લાચાર પતિ તેની પત્નીને બચાવી શક્યા ન હતા. સાસુને મોતને ઘાટ ઉતારી દીધા બાદ હત્યારો તેનો જમાઈ વિશાલ અમીન સીધો મકરપુરા પોલીસ મથકમાં જ હાજર થઈ ગયો હતો અને પોલીસ સામે સ્વીકારી લીધું હતું કે તેણે જ તેના સાસુની હત્યા કરી છે. મકરપુરા પોલીસે હત્યારાનો કબજો લઇ અને સ્થળ પર તપાસ કરવા જતા આ હત્યાનો બનાવ માંજલપુર પોલીસ મથકની હદમાં જ બન્યો હતો. તેથી હત્યાના આરોપીને માંજલપુર પોલીસના હવાલે કરી દીધો હતો.

આ દરમિયાન માંજલપુર પોલીસે હત્યારાની ધરપકડ કરી કાર્યવાહીનો દોર શરૂ કર્યો હતો. આ બનાવ વિશે એ.સી.પી.એસ.બી. કુમાવતે કહ્યું હતું કે મોતને ઘાટ ઉતારાયેલા સવિતાબેન પટેલ અને તેમની દીકરી વચ્ચે પણ અણબનાવ બન્યો હતો. જેના કારણે જમાઈને પોતાની સાસુ પર ખુબ રોષ હતો તેથી આ રોષના કારણે જમાઈએ તેના સાસુની હત્યા કરેલ છે. આજે સાસુ-સસરા ઘરમાં એકલા હતા, ત્યારે જમાઈ વિશાલ ઘર પર પહોંચી ગયો હતો અને સાસુને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મોતને ઘાટ ઉતારી દેવાયેલ સાસુ સવિતાબેન પટેલ નો પુત્ર ગૌરવ પહેલા બનાવટી દારૂ બનાવવાના કેસમાં વોન્ટેડમાં આવી ગયેલ છે. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગૌરવ દારૂના કેસમાં વોન્ટેડ થયા પછી સાસુનો તેના જમાઈ અને દીકરી સાથે પણ બનાવ શરૂ થયો હતો.

જેમાં સવિતાબેને તેમની દીકરીને ઠપકો આપ્યો હશે જેના કારણે જમાઈ રોષે ભરાયો હતો. જો કે સવિતા બહેને પોતાની દિકરીને વાત પણ કરી હતી કે જમાઇ સાથે રહેવામાં ન ફાવતું હોય તો હું આ અંગે તેમની સાથે વાત કરી જોઉં. જો કે સવિતાબેન કોઇ વાત કરે તે પહેલા જ સમગ્ર ઘટનાનો કરૂણ અંજામ આવી ગયો હતો. હાલમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હત્યારા વિશાલ અમીનની સામે માંજલપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *