સમાચાર

પોતાના જ સાસુને હરાવીને વહુ બની ગામની સરપંચ

ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીનું ગઈકાલે પરિણામ આવ્યુ હતું. ઘણાય એવા મતદાન મથક હતા જેમાં એક જ પરિવારના સદસ્યો ઉમેદવાર તરીકે મેદાને હતા. એક કિસ્સો તો એવો હતો કે એક j પરિવારમાંથી ૪સભ્યોઉભા રહ્યા હતા અને બધાએ વિજય મેળવ્યો હતો. કેટલીય બેઠકોમાં આ પારિવારિક સભ્યો સામસામે જંગમાં છે. જોકે, ચૂંટણી જંગમાં પરિવારનો ગમે તે સભ્ય જીતે ઘી તો ખીચડીમાં જ ઢોળાવાનું છે. ગ્રામ પંચાયતની ઘણી બધી બેઠકો મહિલા માટે અનામત છે, ત્યારે ગીર સોમનાથમાં સાસુ અને વહુ વચ્ચેનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો.

પરંતુ આ જંગમાં આખરે વહુ આ જંગ જીતી ગઈ છે. અને પુત્રવધુ સામે સાસુની હાર થઈ છે. ગીર સોમનાથની સૌથી મોટી ગ્રામપંચાયતના પરિણામ સામે આવ્યા છે. પરંતુ ઉનાના દેલવાડા ગ્રામપંચાયત પર સમગ્ર તાલુકાની નજર હતી. કારણ કે, અહીં સરપંચ માટે સીધી જંગ વહુ સામે સાસુની જ હતી. તો દેલવાડા બેઠક પર ભાજપના જ એકબીજા જૂથ સામસામે હતા. વિધવા સાસુ સામે સરપંચ પદ માટે પુત્રવધૂએ ઉમેદવારી નોંધાવી હતી.

દેલવાડા ગ્રામ પંચાયત ૧૫ હજારથી વધુ વસ્તી ધરાવતી, ગીર-સોમનાથ જિલ્લાની સૌથી મોટી પંચાયતોમાંની એક કહેવાય છે. આ ચૂંટણી માટે ગ્રામ પંચાયતમાં મહિલાની સીટ અનામત હતી. તેથી ગામના માજી સરપંચ જીવીબેન બાંભણીયાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જયારે માજીની સામેના પક્ષમાં તેમના પુત્ર વિજય બાંભણિયાએ તેમના પત્ની પૂજાબેનને ઉમેદવાર બનાવ્યા હતા.

વિધવા માતાની પેનલ સામે પુત્રએ સરપંચ પદ માટે પત્નીને મેદાનમાં ઉતાર્યા બાદ દેલવાડા વિસ્તારમાં આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની ગઈ હતી અને લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો કે શું થશે? ત્યારે વર્ચસ્વની આ લડાઈમાં કોણ જીતશે તેના પર લોકોની નજર ટકેલી હતી. પરંતુ બન્યું એવું કે આ ચૂંટણીમાં સાસુના ભાગે એકપણ સીટ આવી ન હતી. પુત્રવધુ એટલે કે પૂજાબેનની ટીમના ૧૬ સભ્ય જીત્યા હતા.

પરંતુ સાસુના જીવીબેનના ભાગે એકપણ સીટ આવી ન હતી. સરપંચની સીટમાં ૧ હજાર ઉપરની લીડથી પુત્રવધુ પૂજાબેન વિજેતા બની ગયા હતા. નવાઈની વાત એ હતી કે એક j ઘરમાંથી સાસુ અને વહુ સામસામેના પક્ષમાં ચુંટણી લડવા તૈયાર થઇ ગયા. ગ્રામજનો પણ આ જોઇને આશ્ચર્યચકિતથઇ ગયા હતા. પૂજાબેનને તેમના પતિ એટલે કે જીવીબેનના પુત્રએ ચુંટણીમાં ઉભા રાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *