સમાચાર

હવામાન વિભાગે કરી મોટી આગાહી!! સૌરાષ્ટ્રના આ જિલ્લામાં સૌથી વધારે કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા આ સાથે…

ગુજરાતી વાત કરીએ તો મહીસાગર,ખેડા, આણંદ અને ગોંડલમાં વરસાદ પડી રહ્યો છે. સાડા ચાર ઈંચ વરસાદ જોવા મળ્યો છે. જેના કારણે શહેરમાં પાણી પાણી થઇ ગયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં કાલથી ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ભલે ચોમાસું થોડું મોડું આવ્યું પરંતુ આવનાર દિવસોમાં મુશળધાર વરસાદ વરસવાની સંભાવના છે. આગામી ચાર દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લા માં મધ્યમ વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. જૂનના અંતમાં વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનાની શરૂઆત અને મધ્ય ખાલી રહેશે, પરંતુ ચોમાસું મહિનાના અંતમાં જમાવટ કરશે. બદલાયેલા હવામાન વચ્ચે ગુજરાતના નકશા પર સૌરાષ્ટ્રના ટોચ પર વાદળોનું ટોળું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. પરંતુ હજુ પણ ઘણા જિલ્લા કોરા છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં હજુ ચોમાસુ આગળ વધ્યું નથી. જે ચિંતાનો વિષય છે. ખેડૂતો હજુ વાવણી કરી રહ્યા છે ત્યારે ખેડૂતો ચિંતિત છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 24 અને 25 જૂને ભારે વરસાદની સંભાવના છે. જેમાં સુરત, વલસાડ, નવસારી માટે આગાહી કરવામાં આવી છે. તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદવાસીઓને ગરમીમાંથી રાહત મળશે. અમદાવાદમાં પણ આ દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. તેથી સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદના ભય વચ્ચે એન.ડી.આર.એફ તેનાત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની ટીમ નવસારીમાં તૈનાત કરવામાં આવી છે. વડોદરા બટાલિયનની 21 સભ્યોની ટીમ નવસારી પહોંચી છે. એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માટે એનડીઆરએફ દ્વારા પૂરના વિસ્તારોનો સર્વે કરવામાં આવશે. NDRF ટીમ ચોમાસા દરમિયાન કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સજ્જ છે.

Leave a Reply

Your email address will not be published.