સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, અમરેલીમાં સહીત વિસ્તારો પાણીપાણી, નદીમાં આવ્યા પુર…
ગુજરાતના હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં સવારથી મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. અમરેલી જીલ્લાના ખાંબા, સાવરકુંડલા અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ છે. બીજી તરફ સ્થાનિક નાવલી નદી અને ધાતરવડી ગામમાં પૂર આવ્યું છે. સવારના 6 થી 10 વાગ્યા સુધીના આંકડાઓ પર નજર કરીએ તો અમરેલીના સાવરકુંડલા અને ખાંબામાં ખુબ સારો વરસાદ થયો છે. જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ હોવાથી સારા વરસાદની અપેક્ષા છે.
ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે આજે (23 જૂન) સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કર્યા હતા.જે મુજબ જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ વરસાદ પોળમાં બે ઈંચ નોંધાયો છે.સાવરકુંડલામાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. વડિયામાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બગસરા અને અમરેલી તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જાહેર ડેટા મુજબ, ગુજરાતના 33 તાલુકાઓમાં સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે. મોટાભાગના તાલુકાઓ સૌરાષ્ટ્રના છે. આણંદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે.
23 જૂને સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન ગુજરાતના 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના કામરેજ (દક્ષિણ ગુજરાતમાં વરસાદ)માં 3.44 ઈંચ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, તાપી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. 25 થી 26 જૂન દરમિયાન વરસાદ વધુ તીવ્ર થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 25 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનની સરખામણીએ અત્યાર સુધીમાં 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જો કે હજુ જૂન મહિનો પૂરો થવામાં 8 દિવસ બાકી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જૂન મહિનામાં ઓછો વરસાદ થયો છે.