સમાચાર

હવામાન વિભાગની આગાહી સાચી, સૌરાષ્ટ્રમાં પડ્યો ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ, જાણો ક્યાં વિસ્તારમાં કેટલો પડ્યો વરસાદ

આજકાલ ગુજરાતમાં ખૂબ જ ગરમી પડી રહી છે. તેની વચ્ચે આકાશમાં વાદળો બંધાતા ભેજ ની અસર પણ વર્તાય રહી છે. આથી વાતાવરણમાં બાફ ને કારણે ઉકળાટ વધી ગયો છે. લોકો પરસેવાથી નવાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદ ચોમાસા પૂર્વેની ગતિવિધિઓના ભાગરૂપે આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સરધાર વિસ્તારમાં સાંજે ગાજવીજ સાથે અડધો ઇંચ વરસાદ થયો હતો જેના કારણે બાજરી અને તલના પાકને થયેલા નુકસાનની ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સાંજે રિબાડા અને ભરૂડી ટોલનાકા વચ્ચે 8 કિમીના વિસ્તારમાં વાવાઝોડું આવ્યું હતું. દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાવાની ની સંભાવના પણ દેખાડવામાં આવી છે.રાજ્યમાં વિસંગત વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં કાતિલ ગરમી પડી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં બિન-મોસમી વરસાદ પડે છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો સહિતના શહેરોમાં ઉનાળાની ગરમી નો પારો નીચે આવતાં લોકોએ રાહતની લાગણી અનુભવી છે.

રાજ્યમાં આજે ફરી તાપમાનમાં વધારો થયો હતો. આજે અમદાવાદમાં તાપમાન 41.5 ડિગ્રી હતું પરંતુ આવતીકાલે હવામાન વિભાગે 42 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. ભેજનું પ્રમાણ વધુ અને ગરમી નો પારો ઉંચો રહેતા લોકોને પરસેવો વળી ગયો હતો. આજે પવનની ગતિ ધીમી રહેતા લોકો ગરમી થી બેચેન બન્યા હતા. આખો દિવસ તડકો રહ્યો હતો. હવામાન વિભાગે દમણ અને દક્ષિણ ગુજરાતના ભાગો સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ખેરગામ વિસ્તારમાં શનિવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.

બુધવારે વહેલી સવારે અચાનક પડેલા વરસાદથી ખુલ્લામાં રહેતા શ્રમિક પરિવારોનો ગાદલા, કપડા, અનાજ અને લાકડાની વસ્તુઓ સહિતનો તમામ સામાન ભીંજાઈ ગયો હતો. ક્યા વરસાદની આગાહી 26મીએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, રાજકોટ અમરેલીમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે 27મીએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે દરિયામાં ખેડાણ ન કરવા માછીમારોને ચેતવણી આપી છે.

27 થી 29 મે દરમિયાન દરિયો તોફાની બને તેવી શક્યતા છે. પવન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. પવનની ઝડપ વધીને 60 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. હવામાન વિભાગે જાળ, માંડવી (કચ્છ), મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદરના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.

Leave a Reply

Your email address will not be published.