સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં ફેરફાર, બીજી અનેક જગ્યાએ પડ્યા વરસાદના ઝાપટા
સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે અને વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે અમુક વિસ્તારમાં વાતાવરણ ખૂબ જ વાદળછાયું જોવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ગુરૂવારે બપોરે હવામાનમાં અચાનક પલટો આવી જતા રાજકોટના વિવિધ વિસ્તારો જેમ કે કાલાવડ અને શાપર લીમડાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને તેની સાથે જ કરા પણ પડયા હતા.
આમ ખેડૂતોનો પાક નિષ્ફળ જવા ની ચિંતા તેમના માં પેસી ગઈ હતી અને તદુપરાંત ભાવનગરના સિહોર માં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ પંથકમાં બદલાતા હવામાન વચ્ચે ખરેડી, નાના વડાળા, ડેરી, ગુંદા, મતિયા, શ્રીજીનગર સહિતના ગામોમાં કરા અને વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. તેવી જ રીતે રાજકોટના શાપર અને રીબાડા જિલ્લામાં ભારે વરસાદ પડતાં વાહનચાલકોને નેશનલ હાઈવે પર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. ગોંડલમાં પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અમીચંતામાં તોફાની પવનો ફૂંકાયા હતા.
કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન કમોસમી વરસાદને કારણે તલ, મગ, ડુંગળી, બાજરી અને મગફળી સહિતના પાકોને નુકસાન થવાની આશંકા છે. કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટના શાપર અને રીબાડા વચ્ચે પડેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. વરસાદ સાથે ભારે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને ગોંડલમાં પણ વાતાવરણ વાદળછાયું બન્યું હતું.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.