સૌરાષ્ટ્રમાં એક સાથે 7 ઇંચ વરસાદ ખાબક્યો, હાઇવે પર 10 કિમી સુધી ટ્રાફિક જોવા મળ્યું, સાથે સાથે આ વિસ્તારમાં તો… Gujarat Trend Team, June 29, 2022 સૌરાષ્ટ્રના ભાવનગર ગારીયાધાર તળાજા જેસર વિસ્તારોમાં આજે અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે મહુવા ના બગદાણા માં ત્રણ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો બગદાણા વિસ્તારમાં વરસાદે ઝળબંબાકાર ચાલુ કરી દીધો હતો તમને જણાવી દઈએ કે બગદાણા અને તેની આજુબાજુનો વિસ્તારમાં બપોરે 1 વાગ્યાથી લઈને સાંજના 6:30 વાગ્યા સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ભારે પવન પણ ફૂંકાયો હતો. મહુવા તાલુકાના બગદાણા માં 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો હતો. વરસાદ બગદાણા તેમજ આજુબાજુમાં આવેલા વિસ્તાર માતલપર બેડા મોણપુર નવાગામ ટોટલડીયા રતનપર બોરલા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો અને તેના કારણે બગદાણમાં આવેલ બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. બગદાણામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ બ્લોક થવાનું ચાલુ થઈ ગયું હતું ખારા નદીમાં ટ્રેક્ટર ગરકાવ થયો હતો તમને જણાવી દઈએ તો આજે ગારિયાધારમાં 12 મીમી વરસાદ નોંધાયો છે જ્યારે તળાજા વિસ્તારમાં પાંચ મીમી વરસાદ અને જેસરમાં ૮ મિમી વરસાદ ખાબક્યો છે. તળાજામાં બપોરે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને સતત ત્રણ કલાક માં સાત ઇંચ થી વધારે વરસાદ ખાબક્યો હતો. તમને જણાવી દે કે આના કારણે બરોડા સહિત આજુબાજુના વિસ્તારોમાં વીજળી પણ ભૂલ થઈ ગઈ હતી અને તેના વિસ્તારોમાં ઇન્ટરનેટ સુવિધાઓ પણ બંધ થઈ ગઈ હતી અને ભારે વરસાદ પડવાને કારણે વિદ્યાર્થીઓથી ભરેલી બસ પણ સલવાઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કેમ તળાજા મહુવા નેશનલ હાઈવે ઉપર પણ ભારે વરસાદની ખૂબ જ અસર પડી હતી વાહનો ચાલવામાં ખૂબ જ અડચણ ઉભી થઇ રહી હતી અને ભાવનગર સોમનાથ વચ્ચેનો હાઈ-વે પણ ભારે વરસાદને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો બંને બાજુથી 10 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો લાગી હતી. વરસાદને કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખેતીવાડીમાં પાણી બહાર નીકળી ગયા હતા જ્યારે બોરડા ગામમાં નવા પ્લોટ વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા ઘરમાં પાણી ઘુસી જતા લોકોને ઘણું નુકસાન પણ ભોગવવું પડયું હતું. સમાચાર