સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ 27 મે થી 29 મે સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીથી લોકોને રાહત મળી રહી છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પણ આગમન કરી લીધું છે. લોકોને હવે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે.ત્યારે રાજસ્થાન ઉપર સર્જાયેલા લો પ્રેશરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બે દિવસ હળવા વરસાદની શક્યતા છે.
આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરવામાં આવી છે. પાંચ દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપી રાજ્યના હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં તેમણે માછીમારોને ચાર દિવસ એટલે કે 25 મેથી 29 મે સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે. હવામાન વિભાગે 29મી સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બંદરો જેવા કે જાખો, માંડવી, મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ પવન ફૂંકાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ 27 મે થી 29 મે સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શકયતા છે