સમાચાર

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, આટલા ઇંચ વરસાદ પડ્યો, રાજ્યમાં ચાર મહિલા સહિત 6નાં મોત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે. ઉપરાંત મહીસાગર જિલ્લાના સંતરામપુર માં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. વરસાદને લઈને રાજ્યમાં ચાર મહિલાઓ સહિત છના મોત. કર્ણાટકમાં ચોમાસુ અટકી ગયું હતું ત્યારબાદ હવે તે ગુજરાતમાં લગભગ પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો 91 તાલુકાઓમાં વરસાદ થયો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર માં ૨૪ કલાકમાં ૭૫ મીમી વરસાદ પડી ચૂક્યો છે.

ઉપરાંત અમદાવાદ, ભરૂચ,ખેડા, બાવડા માં પણ વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં ૨૨મીમી, કપરાડામાં ૩૧ મીમી, કડાણામાં 50 મીમી,ઝાલોદમાં 30 મિમિ સંતરામપુરમાં 81 મીમી વરસાદ જોવા મળ્યો છે ઉપરાંત સૌરાષ્ટ્ર જિલ્લા નામ જોધપુર ખંભાળિયા અને લાલપુરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

સાબરકાંઠાના વડાલીમાં આખી રાત હળવા વરસાદ બાદ મહત્તમ 40 મીમી (1.5 ઇંચ) અને વિજયનગરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે તલોદ તાલુકો રવિવારે દિવસભર સૂકો રહ્યો હતો. ત્યારબાદ ભારે વાવાઝોડા સાથે એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તે જ સમયે, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વાતાવરણ ઠંડું થયું હતું. પાલનપુરમાં શરૂઆતમાં હળવો વરસાદ થયો હતો અને ત્યારબાદ લગભગ દોઢ કલાક સુધી ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

કડી માં સામાન્ય વરસાદને કારણે પણ શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.રવિવારે સવારે 7 વાગ્યાથી વીજ કંપનીની પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન અસહ્ય ગરમી અને ભારે ઉકળાટના કારણે વીજ પુરવઠો પૂર્વવત થતા કડીના રહીશોએ રાહત અનુભવી હતી. દરમિયાન સાંજે 5 વાગ્યાના અરસામાં મેઘરાજા ધમધમતા આવી પોહચ્યાં હતા આથી ગરમીની વચ્ચે આંશિક ઠંડક પ્રસરી હતી. માત્ર 3 મીમી વરસાદથી શહેરમાં પાણી ભરાયા હતા.

વડોદરામાં માત્ર પાંચ જ મિનિટ માટે વરસાદ વરસ્યો હતો જેને રસ્તાઓ માત્ર પલળી ગયા હતા. પવનના કારણે કાળાડિબંગ વાદળો ખેંચાઈ ગયા હતા, જેના કારણે પ્રથમ વરસાદ આવશે તેવી આશા પર ફરી વળ્યા હતા. જો કે, 20 મીમી વરસાદથી તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આ સાથે જ વરસાદના કારણે શહેર સહિત અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. શહેરમાં સોમવારે પણ વરસાદ થવાની સંભાવના છે, તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

ગોંડલના વિંજીવાડના સુલતાનપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે એક થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દિવસ દરમિયાનની ગરમી બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગોંડલના સુલતાનપુર, વિંજીવાડ, નાના-મોટા સાખપરમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે દેરડીકુંભાજીમાં ગાજવીજ અને ઝરમર ઝરમર ગોંડલ શહેરમાં વરસ્યો હતો. રાજકોટમાં હળવા વરસાદ સાથે 150 ફૂટ રીંગરોડ, જામનગર રોડ, કાલવાર રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારો ઠંડીથી પ્રભાવિત થયા છે.

મોરબીના ઝીકીયારી, નર્મદાના સાગબારામાં સીમ આમલી અને સંતરામપુરના ગોઠીબારા ગામમાં વીજળી પડતાં રાજ્યમાં ચાર મહિલા સહિત છ લોકોના મોત થયા છે. તે જ સમયે, હળવદના સુંદરી ભવાનીમાં દિવાલ ધરાશાયી થવાથી એક મહિલા સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા. મલેકપુરના ખૂંદી ગામમાં વીજળી પડતાં ઝાડ નીચે બાંધેલા બે પશુઓના મોત થયા હતા. છોટાઉદેપુર તાલુકાના રૂનવડ ગામે વીજળી પડતાં બે ભેંસોના મોત થયા હતા. બોડ ગામમાં વીજળી પડવાથી એક ગાયનું મોત.

બીજી તરફ આકરી ગરમી સામે ઝઝૂમી રહેલા ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે. દરમિયાન, શનિવારે મુંબઈના ગોવાના પશ્ચિમ કિનારે પાર કરેલ ચોમાસું રવિવારે ત્યાં જ થંભી ગયું હતું. જો કે, હવે તે ઝડપથી દક્ષિણ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના ભાગોમાં પહોંચી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાન, ગુજરાતના અંતરિયાળ વિસ્તારો, પશ્ચિમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ચોમાસા પહેલાનો વરસાદ શરૂ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published.