ચોટીલા, રાજકોટ ગ્રામ્ય સહીત આ વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો

કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા છે તેની વચ્ચે સૌરાષ્ટ્રમાં કેટલાક ગામમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.અસહ્ય ગરમી બાદ સાંજે તોફાની પવન સાથે વરસાદ ચોટીલામાં વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે.રાજકોટના કુવાડવા રોડ પર સૌથી વધુ વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને રાજકોટના કુવાડવા રોડ પર સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદના કારણે શહેરના હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા.

રાજકોટની સાથે ચોટીલામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ પડ્યો હતો. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ચોટીલા શહેરમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. રાજકોટ અને ચોટીલામાં હજુ પણ વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે.

ગુજરાતમાં આ વખતે સામાન્ય ચોમાસુ અપેક્ષિત છે. હવામાનની આગાહી કરનાર સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મેના અંત સુધી તીવ્ર ગરમીનો અનુભવ ચાલુ રહેશે. જોકે આમાં થોડો વધારો કે ઘટાડો જોવા મળશે. આ સિવાય 26 મેથી ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 10 થી 15 જૂન અને દક્ષિણ ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *