સમાચાર

હવામાન વિભાગની આગાહી સાચી! આ વિસ્તારમાં આજે પડ્યો 3 ઇંચ જેટલો વરસાદ, સાથે બીજા જીલ્લામાં આટલો વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્રમાં અત્યારે મેઘરાજા દૂધ માટે બોલાવી રહ્યા છે આ સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો આજ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને અચાનક જ વાતાવરણમાં પલટો આવીને ઠંડક પ્રસરી હતી. માંગરોળ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન જો મળ્યો હતો અને ધોધમાર વરસાદને લીધે કેટલાક ગામોમાં વીજળી પણ ગુલ થઇ ગઇ હતી.

જૂનાગઢમાં માંગરોળ માં લાલબાગ વિસ્તાર બાજુ વીજળી પડતા બે ભાઈઓ ઈજાગ્રસ્ત થયા છે બંનેને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ બાજુ ગીર સોમનાથ ની વાત કરી હતી ત્યાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા અને શહેરના મુખ્ય રસ્તામાં પણ પાણી ફરી વળ્યા હતા અને ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સુન કામગીરી ઉપર સવાલો પણ ઉઠ્યા છે.

જુનાગઢ ની વાત કરીએ તો આજ સવારના છ વાગ્યાથી જ વરસાદ બોલાવ્યો હતો જૂનાગઢમાં સૌથી વધારે વરસાદ ની વાત કરીએ તો માણાવદરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે માણાવદર શાકમાર્કેટમાં તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને પાણી ભરાઈ ગયા હોવાને લીધે પબ્લિક ઘણું મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  અમરેલી ની વાત કરીએ તો વરસાદ છે ત્યાં પણ ભુકા બોલાવ્યા અને વરસાદનું પાણી લોકના ઘર અને દુકાનોમાં ઘુસી ગયું હતુ જ્યારે વરસાદી પાણીને લીધે ભેંસો પણ તણાઈ ગઈ હતી.

આજ સવારથી લઈને બપોરના બે વાગ્યા સુધીમાં ટોટલ 49 જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં બે જિલ્લામાં બે ઇંચથી વધુ વરસાદ જ્યારે ચાર જિલ્લામાં એક ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના માંગરોળમાં વાત કરીએ તો ક્યાંતો મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને total 3 જેટલો વરસાદ પડ્યો હતો જૂનાગઢના માણાવદરમાં 68 એમ.એમ વરસાદ પડતા જનજીવન ખોરવાયું હતું.

અને બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઈને બીજી આગાહી પણ કરી છે હવામાન વિભાગે જણાવ્યું તેમ અરબી સમુદ્રના વરસાદ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેથી આગળના દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ આવો જોવા મળી શકે છે. ટોટલ 14 જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં વરસાદની મોટી આગાહી પણ કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળે છે અને દસમો ગ્રહ ઘટના દરમિયાન દરિયાકિનારે ભારે પવન ફૂંકાય શકે છે ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાય શકે તેવું અનુમાન પણ મૂકવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.