બોલિવૂડ

સાઉથ ઈન્ડસ્ટ્રીના આ સ્ટાર્સ પાસે છે સૌથી મોંઘી કાર, ટાટા-અંબાણીને પણ પાછળ છોડી દે છે

ફિલ્મ સુપરસ્ટાર્સ માત્ર રીલમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ વૈભવી જીવનશૈલી જીવે છે. આમાં માત્ર સાઉથ જ નહીં પરંતુ બોલિવૂડથી લઈને ક્રિકેટર્સ સુધી અનેક સેલિબ્રિટીઝને મોટા શોખ છે. દરેક સ્ટારને અલગ અલગ શોખ હોય છે. પરંતુ આજે અમે તમને સાઉથ ઈન્ડસ્ટ્રીના એવા સ્ટાર્સ વિશે જણાવીશું, જેમની પાસે સૌથી મોટા અને મોંઘા વાહનો છે. પોતાની ફિલ્મો સિવાય તે મોટેભાગે પોતાના મોંઘા વાહનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ જુનિયર એનટીઆર એ થોડા દિવસો પહેલા સૌથી મોંઘી કાર ખરીદી છે. જે કદાચ ટાટા-અંબાણી પાસે પણ નથી.

પ્રભાસ બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’થી દુનિયાભરમાં હેડલાઇન્સ બનાવનાર સ્ટાર પ્રભાસનું નામ પણ આ યાદીમાં સામેલ છે. સાઉથની સાથે સાથે પ્રભાસે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. પ્રભાસ તેની દરેક ફિલ્મ માટે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ ફી લે છે. તે ઘણી વખત તેના મજબૂત અભિનય, સ્ટાઇલિશ દેખાવ અને વૈભવી જીવનશૈલી માટે સમાચારોમાં રહે છે. દુનિયાભરમાં ઘણું નામ કમાવનાર સુપરસ્ટાર પ્રભાસે રોલ્સ રોયસ ફેન્ટમ જેવી સૌથી મોંઘી કાર ખરીદી છે. આ કારની કિંમત લગભગ ૮ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રભાસ પાસે સાઉથ સ્ટાર્સની સૌથી મોંઘી કાર છે.

પ્રભાસ ૬૦ કરોડના ખર્ચે બનેલા વૈભવી ફાર્મહાઉસના માલિક છે. તેમણે હૈદરાબાદમાં આ ફાર્મહાઉસ બનાવ્યું છે. આ ફાર્મહાઉસની અંદર જિમ, સ્વિમિંગ પુલ, થિયેટર, સ્પોર્ટસ એરિયા ઉપરાંત પાર્ટી વેન્યુ છે. જો પ્રભાસના વાહનોના કલેક્શનની વાત કરીએ તો તેની પાસે પાંચ શાનદાર વાહનો છે. આ વાહનોની કિંમત ૩૦ લાખથી ૮ કરોડ સુધીની છે. પ્રભાસની સૌથી ઓછી કિંમતની કાર સ્કોડા સુપર્બ છે. આ કારની કિંમત ૩૦ લાખ રૂપિયા છે. તે ભાગ્યે જ તેનો ઉપયોગ કરે છે. પ્રભાસ પાસે બીએમડબલ્યુ એક્સ૩ પણ છે. માર્કેટમાં આ કારની કિંમત ૬૮ લાખ રૂપિયા છે.

રામ ચરણ સાઉથ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર ચિરંજીવીના પુત્ર અને અભિનેતા રામ ચરણ તેજાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. પિતાની જેમ પુત્રનું નામ પણ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘણું મોટું છે. તમને જણાવી દઈએ કે રામ ચરણ તેજાએ પણ પોતાના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી ઘણી મોટી ફિલ્મો આપી છે. ખાસ વાત એ છે કે ફિલ્મોની સાથે તે એક સફળ નિર્માતા અને બિઝનેસમેન પણ છે. રામ ચરણ પાસે એક કરતાં વધુ મોંઘા વાહનોનું કલેક્શન છે.

રામ ચરણ તેજા પાસે આશરે રૂ. ૫.૮ કરોડની કિંમતની એસ્ટન માર્ટિન, આશરે રૂ. ૧.૩૨ કરોડની બીએમડબલ્યુ ૭ સિરીઝ, આશરે રૂ. ૨.૭૩ કરોડની મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ તાજેતરમાં જ અભિનેતાએ ‘રેન્જ રોવર બાયોગ્રાફી’ કાર ખરીદી છે. આ કારની કિંમત આશરે ૫ કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. તેના પિતા ચિરંજીવી પાસે રોલ્સ રોયસ ફેન્ટમ કાર છે, જેની કિંમત ૩ કરોડ રૂપિયાથી વધુ છે.

જુનિયર એનટીઆર જુનિયર એનટીઆરનું નામ તેલુગુ સિનેમા જગતમાં ખૂબ પ્રખ્યાત છે. તેમના દમદાર અભિનય સિવાય, તેમની ફિલ્મો તેમના નામના કારણે જ હિટ બની જાય છે. હાલમાં જ સુપરસ્ટાર જુનિયર એનટીઆરએ એક લક્ઝુરિયસ અને મોંઘી લેમ્બોર્ગિની કાર ખરીદી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લેમ્બોર્ગિની કાર સમગ્ર દેશમાં સિંગલ મોડલ છે, જે જુનિયર એનટીઆર સાથે છે. તેણે લેમ્બોર્ગિનીની ઉરુસ ગ્રેફાઈટ કેપ્સુલ એડિશન ખરીદી છે. તેની કિંમત ૩.૭૫ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

જુનિયર એનટીઆર ૯૯૯૯ નંબરને ખૂબ જ લકી માને છે. તેની પાસે એક જ નંબરની ઘણી કાર છે. જુનિયર એનટીઆરે પોતાની કાર બીએમડબલ્યુ રજીસ્ટર કરવા માટે ફેન્સી નંબર ૯૯૯૯ માટે ૧૧ લાખની બોલી લગાવી છે. આ વાતને લઈને તે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.

મહેશ બાબુ  મહેશ બાબુનું નામ સાઉથ ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સમાં સામેલ છે. તે પોતાની જોરદાર એક્ટિંગ અને સ્ટાઇલિશ સ્ટાઇલથી ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. મહેશ બાબુનું કાર કલેક્શન ₹ ૯ કરોડથી વધુ મૂલ્યનું છે મહેશ બાબુ પાસે ₹ ૯૦ લાખની કિંમતની મર્સિડીઝ જીએલએસ ૩૫૦ડી છે મહેશ બાબુ પાસે ₹ ૧.૩૧ કરોડની કિંમતની બીએમડબલ્યુ ૭૩૦ એલડી છે મહેશ બાબુ પાસે એક જીએલ ક્લાસ ૪૫૦ છે જેની કિંમત ₹૧.૧૧ કરોડ છે. મહેશ બાબુ પાસે મહેશ રેન્જ રોવર વોગ પણ છે જેની કિંમત ₹ ૨ કરોડ છે. મહેશ બાબુ પાસે ટોયોટા લેન્ડ ક્રુઝર પણ છે જેની કિંમત ₹ ૧.૫ કરોડ છે. મહેશ બાબુ પાસે વેનિટી વેન પણ છે, જેની કિંમત ૬.૨ કરોડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *