સમાચાર

સાવરકુંડલાના સીમરણ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ખુબ જ ભયાનક અકસ્માત

હવે તો આપણે દરરોજ એક ભયાનક અકસ્માત વિશે ના બનાવ વિશે સાંભળતા જ હોઈએ છીએ. અકસ્માત નું જાણે આભ તૂટ્યું હોઈ તેવું લાગી રહ્યું છે. લોકો આજકાલ ખુબ જ બેદરકારી પૂર્વક વાહન ચલાવે છે ના તો પોતાનું વિચારે છે ના સામે આવતી વ્યક્તિ નું.વેહલા પોંહચવાની હોડ માં કે પછી નસીલા દ્રવ્યો લઇ ને ગાડી ચાલવતા હોઈ છે આથી એ લોકો પોતાનું સંતુલન ખોઈ બેસે છે અને અકસ્માત નો ભોગ બને છે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક પરિવાર મતદાન કરી ને ઘરે પાછો ફરતો હતો ત્યાં જ વચ્ચે તેઓ અકસ્માત ને ભેટી ગયા હતા.. આખરે કેવી રીતે બની આ ઘટના જાણો આખી વિગત

અમરેલી-સાવરકુંડલા સાવરકુંડલા અમરેલી હાઇવે પર સિમરન ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા. વલસાડથી ઉનાના ધોકડવા ગામે મતદાન કરીને પરિવાર ઘરે પરત જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પરિવારના મોભી બચી ગયા હતા. તેમને નાની મોટી ઇજા થઇ હતી જમાં પત્ની અને બે પુત્રોના મૃત્યુ થયા હતા.

કેવી રીતે બની આ ઘટના આ અંગેની વિગત મુજબ રાજય ભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ને લઈ ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્ર ભરમા અન્ય શહેરમાં રહેતા લોકો વતન ગામડે આજે મતદાન કરવા આવતા હોય છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અમરેલી સ્ટેટ હાઇવે ઉપર સીમરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે અહીં પુર પાટ સ્પીડે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જતા 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જેમાં ઉમેશભાઈ મનુભાઈ ગુર્જર ઉંમર 39,કૌશીકભાઈ મનુભાઈ ગુર્જર 33 વર્ષ,ભાગુબહેન મનુભાઈ ગુર્જર 55 વર્ષ આ ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે.

આ ઉપરાંત મનુભાઈ બાલુભાઈ ગુર્જર ને નાના મોટી ઇજા ઓ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે ખસેડયા છે સમગ્ર ઘટનામાં પિતાની નજર સમક્ષ 1 પત્ની અને 2 પુત્રના કરુણ મોત થયા છે ઘટના ને લઈ ગમગીની ભર્યો માહોલ સર્જાયો છે પોલીસ ઘટના સ્થળે પોહંચી ઘટના સ્થળે પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો અને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ પોલીસ અધિકારી ઓ હાલ તપાસ શરૂ કરી છે મોડી રાત સુધીમાં અકસ્માત નો ગુન્હો નોંધવા કાર્યવાહી શરૂ કરી છે

મૃતકો મતદાન કરી વલસાડ જતા હતા મૃતક સહિત ગુર્જર પરિવાર પ્રથમ ઉનાના ધોકડવા ગામ પરિવાર સાથે મતદાન કર્યું અને ત્યારબાદ જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામ આવ્યા હતા ત્યાંથી પરત વલસાડ જતા હતા અને રસ્તા વચ્ચે અકસ્માત સર્જાતા પુત્ર પત્ની વિહોણા પિતા મનુભાઈ ઉપર કુદરત નું આભ ફાટયાની સ્થિતિ સર્જાઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *