સૌરાષ્ટ્ર સહીત આ વિસ્તારોમાં પડ્યો આટલા ઇંચ વરસાદ, હવામન વિભાગની આગાહી સાચી પડી

અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સાવરકુંડલામાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. 8 જૂન પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ આવવાની સંભાવના બતાવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા ગામ માં આજે જેઠ માસમાં અષાઢ મહિનાનો માહોલ જોવા મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં અચાનક જ વાતાવરણ બદલાવાથી ખૂબ જ ભારે પવન સાથે વરસાદ થયો હતો.

કેટલીક જગ્યાએ તો વરસાદ સાથે કરા પણ જોવા મળ્યા હતા. વરસાદ એટલો બધો પડ્યો હતો કે રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યાં હતા. આવનારા ૨૪ કલાકમાં તાપમાનનો પારો ત્રણ થી ચાર ડિગ્રી ઓછો થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૮ જૂન બાદ વરસાદ ચાલુ થઈ શકે છે. સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે.

પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામ માં અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવવા થી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. વંડા, મેવાસા,શેલાણા,વાશીયાળી અને ભમોદરા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે કરા પણ જોવા મળ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ થવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 8 તારીખ પછી વરસાદ શરૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે તારીખ 8 થી 10 જૂન ની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ થઇ શકે છે. એટલે કે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે આથી વાતાવરણમાં ગરમી ઓછી લાગશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી અને દમણમાં વરસાદ થવાની સંભાવના છે.

તેમજ સૌરાષ્ટ્ર જિલ્લાના અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાત તરફથી ફૂંકાતા પવનોને કારણે વરસાદી માહોલ જોવા મળશે. ગાજવીજ વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાશે તેવું અનુમાન લગાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગયા વર્ષ કરતા આ વર્ષે વરસાદ વધુ થશે એટલે કે 103 ટકા વરસાદ વરસી શકે છે. પંજાબમાં પણ જૂન મહિનામાં અતિ થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી એકંદરે સારો વરસાદ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *