સમાચાર

કોરોના નો કહેર વધ્યો! એકજ દિવસમાં શાળા-કોલેજોમાં 22 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં

આ સવાલ એટલા માટે સર્જાય છે કે કેમકે એક જ દિવસમાં શાળા-કોલેજમાં 22 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે આ વાત છે સુરતની જ્યાં ઓમિક્રોનના ત્રણ નવા કેસ નોંધાયા છે તો સુરતમાં યુનિવર્સિટી સ્કૂલ અને કોલેજમાં કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ સામે આવ્યા છે જેના કારણે પાલિકા તંત્રએ શાળા અને કોલેજો અને સાત દિવસ માટે બંધ કરાવી છે.

સુરતમાં શાળા અને કોલેજમાં રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જેના કારણે પાલિકા તંત્રએ જે શાળામાં સંક્રમણ વધ્યું છે તે તમામ શાળા અને કોલેજ સાત દિવસ માટે બંધ કરાવી છે સુરતમાં ઓમિક્રોનના જે ત્રણ દર્દીઓ નોંધાયા છે તેમની હાલત હાલત સ્થિર છે અને ત્રણેયને હોમ આઇસોલેટ કરાયા છે.

સુરતની શાળા કોલેજમાં છેલ્લા ત્રણ દિવસમાં વિદ્યાર્થીઓના સંક્રમણની સંખ્યા વધી છે જેમાં બે દિવસ પંદર-પંદર વિદ્યાર્થી જ્યારે ત્રીજા દિવસે એકીસાથે 22 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે જેમાં સુરતના વેડ રોડ ખાતેની સુમન સ્કૂલ, એસ્સાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જે.એચ.અંબાણી સ્કુલ, નવોદય વિદ્યાલય પાંડેસરા, એસ ડી જૈન વેસુ, જી.ડી.ગોઇન્કા સ્કૂલ, ડીપીએસ સ્કુલ તથા ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. આ 20 વિદ્યાર્થીઓ પૈકી એકલા અઠવા ઝોનમાં જ 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.

સુરતમાં ઓમિક્રોનના નવા કેસો નોંધાયા છે જેમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 52 વર્ષીય વેપારીને 15 તારીખના રોજ શરદી-ખાંસીની તકલીફ સર્જાઈ હતી જે બાદ 18 તારીખે તેમના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા મહત્વું છે કે આ દર્દીની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી  આ ઉપરાંત કંસ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા એક 46 વર્ષીય પુરુષ પણ અન્ય એક વ્યક્તિના સંપર્કમાં આવવાથી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી આ દર્દીની પણ કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી.

મહત્વનું છેકે તાજેતરમાં ઓમિક્રોન પોઝિટિવ આવેલા વ્યક્તિઓને અન્ય કોઇ ગંભીર તકલીફ નથી તો સુરત શહેરમાં ઓમિક્રોનના કુલ ૧૩ કેસ નોંધાઈ ચુક્યા છે સરકારનો શાળાઓને કડક આદેશ છેલ્લા એક અઠવાડિયામાં શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે ત્યારે ગુજરાત સરકારે હવે કડક આદેશો આપ્યા છે જેમાં અધિક મુખ્ય સચિવ આરોગ્ય વિભાગના મનોજ અગ્રવાલે પાલિકાને પત્ર લખી સૂચનાઓ આપી છે જેમાં તેણે શાળા કોલેજને ગાઇડલાઇનનું કડકપણે પાલન થાય તેવી સૂચના અપાઇ છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન વધે તે માટે ટેસ્ટ ટ્રેક અને ટ્રીટમેન્ટનું પાલન કરવાનો આદેશ કર્યો છે  વેક્સિનેશન સર્ટિફિકેટનો કડકાઇથી અમલ કોરોના રસીના બંને ડોઝ લીધા હોય તેવા જ લોકોને સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં હવે પ્રવેશ આપવા માટે રાજ્ય સરકારે સત્તાવાર પરિપત્ર જાહેર કરી દીધો છે પાલિકા તંત્રે એક મહિના પહેલા આ પ્રથા લાગુ કરી હતી પરંતુ તેની કડકાઇથી અમલવારી નહોતી કરાઇ પરંતુ પહેલી જાન્યુઆરીથી હવે આ પ્રથાના ચુસ્ત અમલ શરૂ કરી દેવાયો છે.

જેમાં પાલિકાની તમામ કચેરીઓ શહેરી પરિવહન સેવાઓ આપતી જગ્યા પર જે લોકોએ બંને ડોઝ લીધા હશે તેમને પ્રવેશ મળશે અને ગુજરાત સરકારની સ્પષ્ટ સૂચના બાદ પાલિકા તંત્રએ આ આદેશની કડક અમલવારી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *