શાળાઓમાં કોરોના ના કાસેમાં વધારો, એકસાથે જ સાથે આટલા વિદ્યાર્થીઓ થયા સંક્રમિત
કોરોનાએ ફરી એકવાર પોતાનો કહેર ફેલાવ્યો છે. સુરતની શાળાઓમાં કોરોના સંક્રમણ ખુબ જ વધી ગયું છે. જેમાં એક જ દિવસમાં ૧૧ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. તેમાં જીડી ગોએન્કા, વલ્લભ આશ્રમ, હાઈ હિલ્સ, ડીપીએસ, એલ.પી.સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. અને ફાઉન્ટેન હેડ સ્વામિનારાયણ એકેડમીમાં પણ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. તેમાં માત્ર ૬ દિવસમાં ૩૮ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે.
શહેરની વિવિધ શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા માત્ર એક જ દિવસમાં ૧૧ વિદ્યાર્થીઓના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. છેલ્લા છ દિવસમાં ૩૮ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષક મળી ૪૦ લોકો કોરોના સંક્રમિત થયા છે. સુરત શહેર સહિત રાજ્યભરમાં કોવિડ દર્દીઓની સંખ્યા ઝડપથી ખુબ વધી રહી છે. આ વખતે તો નવા ઓમિક્રોન વેરિઅન્ટથી ચારે તરફ ફફડાટ મચી ગયો છે. આરોગ્ય તંત્રની ઘણી તૈયારીઓ વચ્ચે સુરત શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટના એકસાથે નવા પાંચ કેસ નોંધાયા હતા.
પાંચ દર્દીઓમાંના ત્રણ દર્દી યુએઇથી પાછા ફર્યા હોવાનું રેકોર્ડ પર નોંધાયું હતું. નવા પાંચ કેસ સાથે સુરત સિટીમાં અત્યાર સુધીના કુલ કોવિડના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કુલ આઠ કેસ નોંધાઈ ગયા છે. આ સહિત બુધવારે શહેરમાં કોરોનાના નવા કુલ ૭૨ કેસ નોંધાયા હતા. આ પાંચમાંથી અડાજણ વિસ્તારમાં રહેતા પતિ-પત્ની ઉપરાંત અડાજણ પાટિયા વિસ્તારના રહેવાસી એક દર્દી તાજેતરમાં વિદેશથી પોતાના દેશમાં પરત ફર્યા હતા.
અડાજણ વિસ્તારના પતિ-પત્ની ગઇ તા. ૨૧મી ડિસેમ્બરે યુએઇથી પરત ફર્યા હતા. આ લોકોમાં કઈક આવા લક્ષણ જોવા મળ્યા હતા કે બંનેને શરદી-ખાંસી અને તાવ આવી રહ્યો હતો. બંનેનો આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવતાં કોવિડ પોઝિટિવ જાહેર થતાં જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા.
જેનો રિપોર્ટ બુધવારે જાહેર થયો હતો. રીપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે પતિ પત્ની બંને ઓમિક્રોન વેરિઅન્ટથી કોરોના પોઝિટિવ છે. પ્રથમ તબક્કે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો થતાં જ બંનેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા અને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે, બંને હવે કોવિડ નેગેટિવ જાહેર થઇ ચૂકયા છે તેવું અંતિમ રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું છે.