સમાચાર

બે વિદ્યાર્થીનીઓ વચ્ચે ચારિત્ર બાબતે બોલાચાલી તો વિદ્યાર્થિનીએ કરી લીધો આપઘાત

સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાતા મોત વિદ્યાર્થીનીનું ઝેરી દવા પી જતા મોત આજકાલ યુવાનો ને આપઘાત કરવામાં જાણે સહેજ પણ બીક ન લગતી હોઈ તેમ દરોજ ના આત્મહત્યા ના કેસ દિવસે ને દિવસે વધવા લાગ્યા છે..આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બે સ્ટુડન્ટ વચ્ચે બોલાબોલી થતા એક સ્ટુડન્ટ એ આપઘાત કરી લીધો હતો

સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ગોખરવાળા ગામે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધો.11ની વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી લીધી હતી આથી તેને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાતા સારવાર દરમ્યાન મોત થયુ હતુ. સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વચ્ચે ચારિત્ર બાબતે બોલાચાલી થતાં ઝેરી દવા પી લીધી હોવાનું બહાર આવ્યુ છે.

બન્ને વચ્ચે બોલાબોલી થતા ઝેરી દવા પી લીધા હતી સાયલા તાલુકાના ગઢસીરવાણીયા ગામે રહેતી 16 વર્ષીય દેવુબેન ઠાકરશીભાઇ દુમાદીયા ચૂડા તાલુકાની ગોખરવાળા કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં રહીને ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. બે દિવસ પહેલા સાથે રહેતી વિદ્યાર્થીનીઓ સાથે ચારિત્ર બાબતે દેવુબેનને બોલાચાલી થઇ હતી. જેમાં વિદ્યાલયના સંચાલકે વાલીઓને બોલાવી મામલે પણ થાળે પાડયો હતો. ત્યારબાદ દેવુબેને ઝેરી દવા પી લેતા સારવાર માટે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું અવસાન થયુ હતુ.

પરિવાર શોક માં ગરકાવ થઈ ગયો હતો 16 વર્ષીય પુત્રીનું અકાળે મોત થતાં પરિવારજનો સંચાલકની બેદરકારીને કારણે મોત થયુ હોવાનું આક્ષેપ કરી બુધવારે સવારે લાશ સ્વીકાર કરવાનો ઇન્કાર કરતા હતા. અંતે સમજાવટ બાદ બુધવાર બપોરે તેઓએ લાશ સ્વીકારી હતી. બનાવની જાણ થતાં ચૂડી પોલીસ ધસી જઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *