ચોરી કરવા બીજા માળની ગેલેરી ઉપર ચડેલો ચોર નીચે પટકાતા જ જીવ નીકળી ગયો, સવારે જાગેલા ઘરધણીની તો લાશ જોઈને ચીસો ફાટી ગઈ…

કહેવાય છે કે, જો આ જનમની અંદર પાપ કરેલા હોય તો તેનું ફળ પણ આ જનમની અંદર જ ભોગવવુ પડે છે એ પછી જ જીવ જતો હોય છે. ભગવાન દરેક સાથે સરખો ન્યાય કરે છે. તેવી જ રીતે જો પાપનો ઘડો છલકાઈ ગયો હોય તો જે તે વ્યક્તિનો ખરાબ સમય પણ શરૂ થઈ જતો હોય છે. અત્યારે ગુજરાતના સુરતમાંથી પાપનો ઘડો છલકાઈ જવાને કારણે એક વ્યક્તિ સાથે કુદરતે એવો ખેલ ખેલી નાખ્યો છે..

કે જેને જાણીએ બાદ ઘણા લોકો પોતાનું માથું પકડીને બેસી ગયા છે. હકીકતમાં સુરતમાં પિન્ટુ નામનો એક ચોર રાત્રીના સમયે એક સોસાયટીની અંદર ચોરી કરવા માટે ઘૂસી ગયો હતો. પરંતુ તેને એવી તો શી ખબર કે આ ચોરી દરમિયાન તેનું મોત જવાનું છે. જ્યારે ત્યાં નજીકમાં આવેલી એક સોસાયટીની અંદર તેને ચોરી કરવાનો ઇરાદો બનાવી લીધો હતો..

આ મકાનની અંદરના બીજા માળની ગેલેરી ઉપર પાઇપલાઇનની મદદથી ચડી ગયો હતો. પરંતુ તે જ્યારે ઉપર ચડી ગયો ત્યારે તેનો પગ લપસી જવાને કારણે તે નીચે પડી ગયો હતો અને નીચે પટકાતાની સાથે તેનું મૃત્યુ પણ થઈ ગયું હતું. પીન્ટુ નામનો યુવક પોલીસના હાથે 11 થી 15 જેટલા કેસની અંદર ઝડપાઈ ચુક્યો છે..

જેમાં દરેક વિસ્તારોની અંદર તેના નામે જુદા-જુદા કેસ દાખલ હતા. ત્યારે આ મકાનની અંદર રહેતા હરજીવનભાઈ સવારના સમયે ઉઠ્યા ત્યારે તેઓ તેમના મકાનની ગેલેરીમાં જોયું તો અચાનક જ એક અજાણ્યા વ્યક્તિની લાશ દેખાઈ આવી હતી. આ લાશ જોતાની સાથે જ ઘરઘણીના તો મોઢામાંથી બરાડા અને ચીસો ફાટી ગઈ હતી..

કારણ કે, અચાનક જ કોઈ અજાણી વ્યક્તિને મૃત હાલતમાં પડેલો જુઓ એ કોઈપણ વ્યક્તિ માટે સહેલું નથી. તેમને તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી કે, તેમના ઘરની ગેલેરીમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. આ ઘટનાને લઈને સમગ્ર સોસાયટીમાં ચકચાર મચી જવા પામ્યો હતો..

સોસાયટીના ઘણા બધા રહીશો તેમના ઘર પાસે આ દ્રશ્ય જોવા માટે ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસ પહોંચે એને તપાસ કરવાની શરૂ કરી ત્યારે તેઓએ જણાવ્યું કે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. પરંતુ એક ચોર લૂંટારો છે. જ્યારે હરજીવનભાઈ તેમના ઘરના બીજા માળે જોવાની કોશિશ કરી ત્યારે તેમના બીજા માળે કાચ ખોલી નાખવામાં આવ્યો હતો..

આ જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે, આ ચોર પાઇપલાઇનની મારફતે આ બારી સુધી પહોંચી ગયો હતો. પરંતુ તે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યો છે, અને નીચે પટકાતા જ તેનું મૃત્યુ થઈ ગયું હશે. આ ચોરની પાપની પોટલી ભરાઈ જતાં કુદરતી તેની સાથે એવો ખેલ ખેલી નાખ્યો હતો કે, તેના પાપની સજા તેને આ જન્મની અંદર જ ભોગવીને જવું પડ્યું છે..

આ ચોરે જુદી-જુદી જગ્યાએ ઘણી બધી વાર ચોરી કર્યાની ઘટના સામે આવી ચૂકી હતી અને જેમાં વધુ એક ચોરીની અંદર હવે તેને નિષ્ફળ જતાં તેનો જીવ પણ જતો રહ્યો છે. આ ઘટનાથી ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *