બોલિવૂડ

એશા દેઓલે શાહિદ કપૂરની આ એક્ટ્રેસને માર્યો હતો થપ્પડ, બધાની સામે હંગામો થઈ ગયો હતો.

જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીની પુત્રી એશા દેઓલને કોઈ ઓળખાણ ની જરુર નથી. વર્ષ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પૂછે’થી પોતાની બોલિવૂડ સફર શરૂ કરનાર એશા દેઓલનો આજે જન્મદિવસ છે. 2 નવેમ્બર, 1981ના રોજ મુંબઈમાં જન્મેલી ઈશાએ ઘણી શાનદાર હિન્દી ફિલ્મોની સાથે સાથે તમિલ ફિલ્મો પણ કરી છે. ઈશાની સુંદરતા અને દોષરહિત સ્ટાઈલ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આજે બર્થ ડે નિમિત્તે અમે તમને ઈશા સાથે જોડાયેલો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ.

સામાન્ય રીતે ફિલ્મી સુંદરીઓ વચ્ચે કોલ્ડ વોર જોવા મળતા હોય છે. પરંતુ બે અભિનેત્રીઓ વચ્ચે ઝપાઝપીના સમાચાર ઓછા આવે છે. લોકોને આ દ્રશ્ય ફિલ્મ ‘પ્યારે મોહન’ના સેટ પર જોવા મળ્યું જ્યારે એશા દેઓલે સમગ્ર ક્રૂ મેમ્બર્સની સામે અમૃતા રાવને થપ્પડ મારી હતી. હા, આ મામલો વર્ષ 2006નો છે. ફિલ્મ ‘પ્યારે મોહન’ના શૂટિંગ દરમિયાન એશા દેઓલ અને અમૃતા રાવ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી બંને વચ્ચે આગ એટલી વધી ગઈ કે મામલો મારામારી સુધી પહોંચી ગયો. ઈશા દેઓલે એક ઈન્ટરવ્યુમાં આ મામલે નિવેદન આપ્યું હતું. તેણે કેમેરા સામે સ્વીકાર્યું કે તેણે એક દિવસ ગુસ્સામાં અમૃતા રાવને થપ્પડ મારી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol Takhtani (@imeshadeol)

ઈશાએ કહ્યું, ‘શૂટિંગના એક દિવસ પછી અમૃતાએ ડિરેક્ટર ઈન્દ્ર કુમાર અને કેમેરામેનની સામે મારી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. આનાથી મને એટલો ગુસ્સો આવ્યો કે મેં આવ દેખા ના તાવ જોયો અને અમૃતાને જોરથી થપ્પડ મારી. રિપોર્ટ્સ અનુસાર, બાદમાં આ મામલે અમૃતાએ એક પણ શબ્દ બોલ્યો ન હતો. કહેવાય છે કે થોડા સમય પછી અમૃતાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે ઈશાની માફી માંગી અને ઈશાએ તેને માફ પણ કરી દીધી હતી.

ઈશા દેઓલ એક ભારતીય અભિનેત્રી અને મૉડલ છે. જેણે બૉલીવુડમાં મુખ્યત્વે કામ કર્યું છે. ઈશાએ 2002માં આવેલી ફિલ્મ કોઈ મેરે દિલ સે પૂછેથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ પછી ઈશા સૈફ અલી ખાન અને રિતિક રોશન સાથે ‘ના તુમ જાનો ના હમ’માં જોવા મળી હતી. ઘણી શાનદાર હિન્દી ફિલ્મો ઉપરાંત ઈશાએ તમિલ ફિલ્મો પણ કરી છે. ઈશાનો જન્મ 2 નવેમ્બર 1981ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો.

ઈશાએ જૂન 2012માં તેના બોયફ્રેન્ડ બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા, 2017 અને 2019માં તેણે 2 દીકરીઓને જન્મ આપ્યો હતો. તે હિન્દી ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે. તેણે પોતાના કરિયરની શરૂઆતથી જ સફળતાં મળવા લાગી હતી. તે પછી, તેણે ના તુમ જાનો ના હમ, કુછ તો હૈ, યુવા, ધૂમ, નો એન્ટ્રી, મની હૈ તો હની હૈ, કેકવોક અને અન્ય જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેની દરેક ફિલ્મ લોકો ને ખુબ જ ગમી હતી. તેની દરેક ફિલ્મ આજે પણ લોકો વારંવાર જોવાનું પસંદ કરે છે. જે ખુબ જ મોટી વાત છે. તેમ કહેવું ખોટું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *